નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે. તેવા સમયે ગુજરાત પોલીસમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે. અગાઉ અનેક પોલીસ અધિકારીઓની બદલી થઈ ચૂકી છે. તેવામાં હવે પોલીસ ઇન્સ્પેક્ટર્સની બદલીનો વારો આવ્યો હોય તે પ્રકારે સાગમટે બદલી કરવામાં આવી છે. અગાઉ 7 જુલાઇના રોજ 33 પોલીસ ઇન્સ્પેક્ટર્સની બદલી કરવામાં આવી હતી, ત્યારે આજે 55 પોલીસ ઇન્સ્પેક્ટર્સની બદલી કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાના આદેશ અનુસાર રાજ્યના બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર્સની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. ઉપરાંત બદલી વાળી જગ્યાએ હજાર થયાની જાણ પણ કરવાની રહેશે. બદલી કરવામાં આવેલા 55 પોલીસ ઇન્સ્પેક્ટર્સ પૈકી અમદાવાદના 9 પોલીસ ઇન્સ્પેક્ટર્સનો સમાવેશ થાય છે. જેમાં એચ. વી. સીસરાને અમદાવાદ શહેરથી ખેડા, યુ. બી. ધાખડા અમદાવાદ ગ્રામ્યથી ગાંધીનગર, એચ. બી. ગોહિલ અમદાવાદ ગ્રામ્યથી ભરૂચ, વી. ડી. મંડોરા અમદાવાદ ગ્રામ્યથી ખેડા, આર. ટી. ઉદાવત અમદાવાદ શહેરથી સાબરકાંઠા, પી. ડી. સોલંકી અમદાવાદ ગ્રામ્યથી પાટણ, ડી. બી. ડાભી અમદાવાદ શહેરથી ગાંધીનગર, કે. બી. સાંખલા અમદાવાદ શહેરથી ગાંધીનગર, વી. એમ. ટાંક અમદાવાદ શહેરથી વડોદરા ગ્રામ્યમાં બદલી કરવામાં આવી છે.



