Saturday, May 2, 2026
HomeGujaratGandhinagarIAS અધિકારીના પુત્રએ સ્વિમિંગમાં રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો, હેટ્રિક ગોલ્ડ મેડલ જીત્યા

IAS અધિકારીના પુત્રએ સ્વિમિંગમાં રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો, હેટ્રિક ગોલ્ડ મેડલ જીત્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાતના IAS અધિકારી વિજય નહેરાના (IAS Vijay Nehra) પુત્રએ સ્વિમિંગમાં (Swimming) રાષ્ટ્રીય રેકોર્ડ બનાવીને સિદ્ધિ હાસલ કરી છે. આટલું જ નહીં પરંતું તેણે સ્વિમિંગમાં ઉપરા છાપરી ત્રણ ગોલ્ડ મેડલ પણ જીત્યા છે. આમ હૈદરાબાદમાં ત્રણ દિવસમાં ત્રણ ગોલ્ડ મેડલ (Gold Medal) જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આર્યન નહેરા (Aryan Nehra) ગુજરાત કેડરના IAS અધિકારી વિજય નહેરાનો પુત્ર છે. પુત્રની સિદ્ધિ પર વિજય નહેરાએ ટ્વિટર પર ખુશી વ્યક્ત કરી છે.

ગુજરાતના આર્યન નેહરાએ સોમવારે હૈદરાબાદમાં નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપના બીજા દિવસે પુરુષોનો 800 મીટર ફ્રી સ્ટાઇલનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો. 3 જુલાઈએ હૈદરાબાદમાં રાષ્ટ્રીય સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પુરુષોની 800 મીટર ફ્રી સ્ટાઈલ ઈવેન્ટમાં આર્યને ગોલ્ડ મેડલ જીત્યો છે. આર્યને ત્રણ દિવસમાં 400 મીટર ફ્રી, 800 મીટર ફ્રી અને 1500 મીટર ફ્રીમાં હેટ્રિક ગોલ્ડ મેડલ જીત્યા છે. સાથે જ આર્યને સતત આ વર્ષે બીજી વખત એશિયન ગેમ્સના ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ માટે 8:01:81 સેકન્ડનો સમય લીધો હતો. આર્યન પહેલાથી જ એશિયન ગેમ્સ 2022 અને વર્લ્ડ ચેમ્પિયનશિપ 2023 પુરૂષોની 800m અને 1500m ફ્રી સ્ટાઈલ માટે પોતાનું સ્થાન નક્કી કર્યું ચૂક્યો છે.

- Advertisement -

એશિયન ગેમ્સની તૈયારી કરતી હખતે આર્યને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. આર્યને 2 જુલાઈના રોજ 400 મીટર ફ્રી સ્ટાઈલ ઈવેન્ટમાં દિલ્હીના રાષ્ટ્રીય રેકોર્ડ ધારક કુશાગ્ર રાવતને પાછળ છોડી દીધો હતો. આર્યને 8:01.81ના સમયમાં ગોલ્ડ જીતીને 2021માં રાજકોટમાં કુશાગ્ર રાવત દ્વારા બનાવેલા રેકોર્ડને તોડી નાખ્યો હતો. રાવતે 8:08:25ના સમયમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે કર્ણાટકના અનિશ ગૌડા ત્રીજા ક્રમે રહ્યો હતો. આ અંગે ખુશી વ્યક્ત કરતાં વિજય નહેરાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, બીજો દિવસ, બીજું ગોલ્ડ, આર્યન નહેરાએ 800 મીટર ફ્રીમાં 8:01.81 સ્વિમ કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે, 7 સેકન્ડનો નવો નેશનલ રેકોર્ડ!!

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular