Tuesday, June 23, 2026
HomeGujaratSuratસુરતમાં મોબાઇલમાં ગેમ રમવાની લતે બાળકનો જીવ લીધો

સુરતમાં મોબાઇલમાં ગેમ રમવાની લતે બાળકનો જીવ લીધો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સુરતના (Surat) ઉમરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી સિટીલાઈટ ક્રિસ એન્કલેવ નામની બિલ્ડિંગમાંથી 13 વર્ષીય સગીર પટકાતા મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે. સવારે 10 વાગ્યાના સમયે સગીર ઘરે ફોનમાં મશગુલ હતો, તે દરમિયાન બિલ્ડિંગના 11 માળેથી તે અચાનક નીચે પટકાયો હતો. સગીર પટકાતા સિક્યુરિટી ગાર્ડ તાત્કાલિક તેની પાસે દોડી આવ્યો હતો. આ અંગેની જાણ સિક્યુરિટી ગાર્ડે સગીરના પરિવારને જાણ કરતા પરિવારના સભ્યો પણ નીચે દોડી આવ્યા હતા. સગીરને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર માટે સુરતની સનસાઈન હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે સગીરને મૃત જાહેર કર્યો હતો. સગીરના આકસ્મિક મૃત્યુથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ઘટનાની જાણ ઉમરા પોલીસને (Umra Police) થતાં પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પંચનામુ કરી સગીરના મોત પાછળના કારણ અંગે તપાસ હાથધરી છે.

બનાવની મળતી માહિતી મુજબ, સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી સિટીલાઈટ ક્રિશ એન્કલેવ બિલ્ડિંગમાં આજરોજ સવારે 10 વાગ્યાના અરસામાં સગીર પોતાના ઘરની ખુલ્લી બારી પાસે મોબાઈલ ફોનમાં ગેમ રમી રહ્યો હતો. તેની માતા ઘરે કામ કરી રહી હતી અને પિતા કોઈ કામ અર્થે બહાર ગયા હતા. તે દરમિયાન 11માં માળેથી સગીર અચાનક જમીન પર પટકાતા ધડામ લઈને આવાજ આવ્યો હતો. જેના પગલે સિક્યુરિટી ગાર્ડ પણ ત્યાં દોડી આવ્યો હતો. જ્યાં સગીર લોહીલુહાણ હાલતમાં તરફડિયા મારી રહ્યો હતો. સિક્યુરિટી ગાર્ડે ઘટનાની જાણ સગીરના પરિવારને કરતા પરિવારજનો પણ નીચે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં પડેલા સગીરને તાત્કાલિક એમ્યબુલેન્સ મારફતે નજીકની સનસાઈન ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. કમનસીબે સગીરને સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો.

- Advertisement -

સગીરના મૃત્યુથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ઘટનાની જાણ ઉમરા પોલીસને થતાં પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. બાળકના મૃત્યુનું કારણ શોધવા પોલીસે તપાસ હાથધરી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સગીરનું નામ આયાન છે, જેની ઉંમર 13 વર્ષ છે. હાલ આ મામલે ઉમરા પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી બિલ્ડિંગ આસાપાસ લાગેલા CCTV કેમેરાની મદદથી સીગરનું મૃત્યુ કેવી રીતે થયું છે તે દિશામાં તપાસ હાથધરી છે.

Tag: Surat Live News Today

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular