Tuesday, June 23, 2026
HomeGujaratAhmedabadહાઈકોર્ટનો ન્યાયિક સમય બગાડવા બદલ અરજદાર વકીલને 7 લાખ ખર્ચ ચૂકવવા કોર્ટનો...

હાઈકોર્ટનો ન્યાયિક સમય બગાડવા બદલ અરજદાર વકીલને 7 લાખ ખર્ચ ચૂકવવા કોર્ટનો આદેશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) જાહેરહિતની (PIL) અનેક અરજીઓ દાખલ થતી હોય છે. જાહેર હિત માટે થયેલી અરજીઓની સુનાવણી સમયસર થાય તે ખૂબ જ જરૂરી છે. જાહેરહિત માટે થયેલી અરજીમાં ઘણા લોકો એકસાથે કોઈ મુશ્કેલીનો સામનો કરે છે, જેથી હાઈકોર્ટ પણ આ બાબતે ઝડપથી કાર્યવાહી કરવાનું વલણ ધરાવે છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં વર્ષ 2017માં થયેલી જાહેરહિતની અરજીની આજ સુધી સુનાવણી ન થતાં ચીફ જસ્ટીસની ખંડપીઠ નારાજ થઈ હતી અને અરજદાર વકીલને કોર્ટનો ન્યાયિક સમય બગાડવા બદલ 7 લાખનો ખર્ચ ચૂકવવા આદેશ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત હાઈકોર્ટમાં વર્ષ 2017માં જાહેરહિતની એક અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદાર તરફે વકીલ રહેલા સત્યમ છાયાએ ખાનગી સંસ્થાને જમીન ફાળવવા માટે રજૂઆત કરી હતી. જો કે વાત એમ છે કે, 2015માં આ બાબતે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા હતા. તેના બે વર્ષ બાદ તંત્રની કાર્યવાહીથી નારાજ અરજદારે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરી હતી. વર્ષ 2017માં વકીલ સત્યમ છાયાએ દાખલ કરેલી અરજી પર 9 વર્ષ થયા બાદ પણ સુનાવણી ન થતાં હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયી નારાજ થયા હતા.

- Advertisement -

અરજીની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે કહ્યું કે, અરજી દાખલ થવાને 9 વર્ષ થવા છતાં આજ સુધી અરજી બાબતે અરજદાર વકીલ દ્વારા કોઈ પ્રકારની દલીલ કરવામાં આવી નથી. સતત સાત વર્ષ સુધી તારીખ પર તારીખ જ માગવામાં આવી છે. આવા સંજોગોમાં કોર્ટનો ન્યાયિક સમય પણ બગડ્યો છે. કોઈ વ્યક્તિ આ પ્રકારની અરજી બાબતે બિનજવાબદાર કેવી રીતે હોઈ શકે?

આ સાથે જ ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલે અરજદાર વકીલ સત્ય છાયાને આજ સુધી થયેલા 10 લાખ ન્યાયિક ખર્ચને વકીલ પાસેથી વસૂલવાનો આદેશ કર્યો હતો. પણ વકીલ સત્યમ છાયાએ દલીલ કરતાં આખરે જસ્ટીસ સુનિતા અગ્રવાલે કહ્યું, ઠીક છે પણ સાત લાખ તો ચૂકવવા જ પડશે. દર વર્ષે એક લાખ રૂપિયા ચૂકવવા કોર્ટે અરજદાર વકીલ સત્યમ છાયાને આદેશ કર્યો છે. અરજદાર તરફે રહેલા વકીલ સત્યમ છાયાએ હાઈકોર્ટ પાસે અરજી પાછી ખેંચી લેવા રજૂઆત કરી હતી, પણ ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલે અરજીને પાછી ખેંચવાનો ઈનકાર કર્યો હતો.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular