નવજીવન ન્યૂઝ. નવસારી: ગુજરાતમાં છેલ્લા એક અઠવાડીયાથી અનેક જિલ્લાઓ ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યા છે. તેવામાં અનેક રોડ-રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. તેવામાં એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભારે વરસાદના કારણે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. ઉપરાંત હાઇવે પરનો પ્રવાસ ટાળવાનો તેમ જિલ્લા કલેકટરે અનુરોધ કર્યો છે.
નવસારી કલેક્ટર દ્વારા ભારે વરસાદના કારણે ચીખલી-વલસાડ હાઈવે (અમદાવાદ-મુંબઇ હાઇવે) પર પાણી ભરાયેલ હોવાથી રસ્તો અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. જેથી લોકોને પોતાનો પ્રવાસ ટાળવા કલેક્ટર નવસારીની નમ્ર અપીલ છે. 15 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વોલમાર્ક લો પ્રેશર હોવાથી રાજ્યમાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે. જેના કારણે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધી નવસારીમાં 12,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








