Thursday, March 12, 2026
HomeGujaratગુજરાતી જાનૈયા, વર જર્મનીનો અને કન્યા રશિયાની... જાણો આ અનોખા લગ્નમાં શું...

ગુજરાતી જાનૈયા, વર જર્મનીનો અને કન્યા રશિયાની… જાણો આ અનોખા લગ્નમાં શું થયું

- Advertisement -

જય અમીન (સાબરકાંઠા): હિંદુ સંસ્કૃતિએ હંમેશા વિદેશીઓને પણ પોતાના તરફ આકર્ષ્યા છે અને એવા જ આપણે વિદેશી સંસ્કૃતિ તરફ પણ આકર્ષાયા છે. દાદા ભગવાનના આદર્શોથી આકર્ષિત થયેલા જર્મનીના યુવક અને રશિયાની યુવતીએ હિન્દૂ સંસ્કૃતિથી લગ્ન કરવા માટે તેમના ભારતીય મિત્ર અને સાબરકાંઠાના સાકરોડિયાના યુવાનને જણાવતા યુવાન અને યુવાનના પરિવારજનોમાં ખુશી સાથે વિદેશી દંપતીનું ધામધૂમથી લગ્ન કરવાવવાનું નક્કી કર્યું હતું. અનોખા લગ્ન જેમાં વર જર્મનીનો અને કન્યા રશિયાની હતી અને લગ્નમાં ગુજરાતી જાનૈયાઓ નાચતા જોવા મળ્યા હતા.

- Advertisement -



વિદેશી દંપતીએ હિન્દુ સંસ્કૃતિ મુજબ લગ્ન કરી પ્રભુતાના પગલાં પાડયા હતા. તેઓ તમામ વિધિઓમાં ખુશખુશાલ જોવા મળ્યા હતા. વિદેશી દંપતીના લગ્નમાં સાબરકાંઠા સાંસદ દીપસિંહ રાઠોડે પણ સામેલ થઇ શુભેચ્છા પાઠવી હતી.

હિંમતનગર તાલુકાના સાકરોડીયામાં યોજાઈ હતા અનોખા લગ્ન, જ્યાં વર છે જર્મનીનો, કન્યા છે રશિયાની અને જાનૈયા છે ગુજરાતી…. હા, અચરજ પમડનારુ છે, પણ સાચું છે. બે અલગ અલગ દેશના વ્યક્તિ આજે હિંદુ ધાર્મિક વિધિ વિધાનોથી લગ્નના તાંતણે જોડાયા છે. મૂળ જર્મનીના ક્રીશ મુલર અને રશિયાની જુલિયા ઉખવાકટીનાને ભારતના આધ્યાત્મે આકર્ષેલા અને આ જ અધ્યાત્મ આજે તેમનાં મંગલ પરિણયમાં પરિણમ્યું હતું. તેમની હિંદુ વિધિથી લગ્ન કરવાની ઇચ્છા પણ ફળીભૂત થઈ હતી. અહી એમને પીઠી પણ ચોળાઈ, લગ્ન ગીત પણ ગવાયા અને કન્યાદાન પણ દેવાયા હતા.

- Advertisement -



જુલિયા અને ક્રીશ બંને અધ્યાત્ત્મની શોધમાં છે અને તેઓ દાદા ભગવાનથી આકર્ષાયેલા અને આ આકર્ષણ તેમને સાકરોડીયા ગામમાં ખેંચી લાવેલા.તેમણે તેમના મિત્રને હિંદુ ધાર્મિક વિધિથી લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરેલી અને તરત જ કંકુના કરાયા. કંકોત્રીઓ છપાઈ. કન્યા અને વર પક્ષનું સ્થાન એમના મિત્રના પરિવારજનોએ લીધું અને લગ્ન સંપન્ન થયા તો લગ્નનાં આં વિધિ-વિધાનોથી નવ-દંપતી પ્રભાવિત થયા અને આ સંસ્કૃતિનાં ભર પેટ વખાણ કર્યા હતા.

- Advertisement -

સંસ્કૃતિ, હિંદુ ધર્મ આજે પણ વિદેશીઓને પ્રભાવિત કરી રહ્યો છે. હાલમાં ભલે બની બેઠેલા સંત્તો ધર્માંતરણની વાતો કરે પણ જેણે હિંદુ ધર્મને તેના મૂળમાંથી જાણ્યો છે એવા જુલિયા અને ક્રીશ જેવા યુવાનો-યુવતીઓ ભલે હિંદુ નથી, પણ સહર્ષ રીતે હિંદુ ધર્મને આદર આપી આવી જ રીતે તેનું ગૌરવ વધારી રહ્યા છે.



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular