પ્રશાંત દયાળ (અમદાવાદ):
હેડ કલાર્કની પરિક્ષાનું પેપર લીક થવાને મામલે સાબરકાંઠા પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યુ કે સાણંદમા આવેલી એક પ્રીન્ટીંગ પ્રેસમાં કામ કરતા પ્રિન્ટીંગ હેડ કિશોર આચાર્યએ પેપર લીક કરી આઠ લાખમાં પેપર વેંચ્યુ હોવાનું બહાર આવ્યુ છે. આ મામલે પોલીસે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એક એમ્બુલન્સ ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે.
ગાંધીનગરના રેંજ આઈજીપી અભય ચુડાસમાએ પેપર લીકના મામલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું આ મામલે અગાઉ આઠ આરોપીઓ પકડાઈ ચુકયા છે, પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત પ્રમાણે આ કેસના મુખ્ય સુત્રધાર તરીકે જયેશ પટેલનું નામ બહાર આવ્યુ હતું જેમાં જયેશ પટેલે સીંગરવામાં આવેલી એક હોસ્પિટલના એબ્યુલન્સ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા દિપક પટેલ પાસેથી જયેશને મળ્યુ હતું જયેશે આ પેટે દિપકને સાત લાખ રૂપિયા આપ્યા હતા, પોલીસે દિપક પટેલે ધરપકડ કરી સાત લાખ રૂપિયા કબજે કર્યા છે.
પોલીસે દિપક પટેલની ધરપકડ કરી પુછપરછ કરતા જાણવા મળ્યુ દિપક પટેલેને આ પેપરની કોપી અમદાવાદની મીઠાખળીમાં આવેલી એક હોસ્પિટલના કર્મચારી મંગેશ સીરકે દ્વારા મળ્યુ હતું. જેના આધારે પોલીસે મંગેશની ધરપકડ કરી હતી. મંગેશની પુછપરછમાં બહાર આવ્યુ કે મંગેશ પાસે આ પેપરની કોપી સાંણંદની પ્રેસમાં કામ કરતા કિશોર આચાર્ય પાસેથી મળ્યુ હતું જેના આધારે કિશોર આચાર્યની પણ ધરપકડ કરવામાં આવી છે, અભય ચુડાસમાએ જણાવ્યુ હતું આ પેપર ખરીદનાર વ્યકિતઓની પણ પુછપરછ કરવામાં આવશે અને પેપર ખરીદનારને પણ આરોપી બનાવવામાં આવશે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









