Thursday, June 4, 2026
HomeGujaratમોંઘવારીનો વધુ એક માર! CNG વાહન ચાલકોના ખિસ્સા પર બોજ વધ્યો, ભાવ...

મોંઘવારીનો વધુ એક માર! CNG વાહન ચાલકોના ખિસ્સા પર બોજ વધ્યો, ભાવ ₹80ને પાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાતના વાહન ચાલકો માટે ફરી એકવાર માઠા સમાચાર આવ્યા છે. ગુજરાત ગેસે CNGના ભાવમાં પ્રતિ કિલો 1 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારા બાદ હવે CNGનો નવો ભાવ ₹80.26 થઈ ગયો છે, જે 1 ઓગસ્ટ (ગુરુવાર) થી લાગુ થશે.

આ ભાવવધારાનો સીધો ફટકો રિક્ષાચાલકો, સ્કૂલ વાન ચાલકો અને CNG કાર ધરાવતા સામાન્ય લોકોને પડશે. ખાસ કરીને સુરતમાં, જ્યાં 1.5 લાખથી વધુ વાહનો CNG પર ચાલે છે, ત્યાં લોકોનું બજેટ ખોરવાશે. હવે મુસાફરી અને બાળકોને સ્કૂલે મોકલવાનો ખર્ચ પણ વધશે.

- Advertisement -

છેલ્લા એક વર્ષમાં જ CNGના ભાવમાં તબક્કાવાર રીતે કુલ ₹6નો વધારો થઈ ચૂક્યો છે, જે દર્શાવે છે કે વાહન ચલાવવું સતત મોંઘું થઈ રહ્યું છે.

ઇંધણ | ભાવ ( પ્રતિ લિટર/કિલો) | અંદાજિત માઇલેજ | પ્રતિ કિમી અંદાજિતખર્ચ |
| CNG | ₹ 80.26 | 20 km | ₹ 4.01 |
| પેટ્રોલ | ₹ 94.60 | 15 km | ₹ 6.30 |

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular