Wednesday, July 8, 2026
HomeGujaratગુજરાતની ચૂંટણી જાહેર થયાના થોડા સમય પહેલા જ 5 DySPની બદલી, જાણો...

ગુજરાતની ચૂંટણી જાહેર થયાના થોડા સમય પહેલા જ 5 DySPની બદલી, જાણો કોને ક્યાં મુક્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ચૂંટણી કમિશન દ્વારા આજે પત્રકાર પરિષદની જાહેર કરવામાં આવતા વહેલી સવારથી ગુજરાતમાં ચૂંટણીની જાહેર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી અને આ સંભાવના સાચી ઠરી. બીજી તરફ ચૂંટણી કમિશનની પત્રકાર પરિષદ ચાલુ થાય તે પહેલા જ ગુજરાતમાં 5 DySPની તાત્કાલીક અસરથી બદલી કરવામાં આવી છે. ઉપરાંત જે જગ્યા પર બદલી કરવામાં આવી છે. ત્યાં આજે જ હાજર થવા માટે સૂચના આપવામાં આવી છે.

ગૃહવિભાગના અધિક સચિવ નિખિલ ભટ્ટના આદેશ અનુસાર ગુજરાતમાં 5 DySPની બદલી કરવામાં આવી છે. બદલીના આદેશ અનુસાર એસ.બી.કુંપાવતને વિભાગીય પોલીસ અધિકારી ડભોઈ વડોદરાથી નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક ગોધરા પંચમહાલ, કે.વી.સોંલકીને મદદનીશ પોલીસ કમિશ્નર એફ ડિવિઝન વડોદરા શહેરથી નાયબ પોલીસ અધિક્ષક સલામતી શાખા સચિવાલય ગાંધીનગર, આકાશ પટેલને વિભાગીય પોલીસ અધિકારી ધોળકાથી વિભાગીય પોલીસ અધિકારી ડભાઈ વડોદરા, પ્રકાશ પ્રજાપતિને મદદનીશ પોલીસ કમિશ્નર ટ્રાફિક(વહિવટ) અમદાવાદ શહેરથી વિભાગીય પોલીસ અધિકારી ધોળકા, પ્રણવ કટારીયાને મદદનીશ પોલીસ કમિશ્નર ટ્રાફિક(પશ્ચિમ) વડોદરા શહેરથી મદદનીશ પોલીસ કમિશ્નર એફ-ડિવિઝન વડોદરા શહેરમાં બદલી કરવામાં આવી છે.

- Advertisement -

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular