Sunday, July 5, 2026
HomeGeneralPM નરેન્દ્ર મોદી દેશને સમર્પિત કરશે ભૂજની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, જેમાં લોકને...

PM નરેન્દ્ર મોદી દેશને સમર્પિત કરશે ભૂજની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, જેમાં લોકને મળશે સસ્તી સારવાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: પીએમ નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભુજ ખાતેની કેકે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દેશને અર્પણ કરશે. આ હોસ્પિટલનું નિર્માણ કચ્છી લેઉવા પટેલ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર કચ્છની આ પ્રથમ સેવાભાવી 200 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. આ વિસ્તારના લોકો ઓછી ફીમાં મેડિકલ સુપરસ્પેશિયાલિટી સર્વિસ આપશે.



આ પહેલા પીએમ મોદીએ ગુરુવારે દિલ્હીમાં પ્રધાનમંત્રી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આપણા મોટાભાગના વડા પ્રધાનો ખૂબ જ સામાન્ય પરિવારોમાંથી આવે છે તે આપણા ભારતીયો માટે ગૌરવની વાત છે. વડાપ્રધાન મોદીએ ગુરુવારે અત્યાર સુધીમાં 14 વડાપ્રધાનને સમર્પિત નવનિર્મિત પ્રધાનમંત્રી સંગ્રાહલયનું ઉદ્ઘાટન કર્યા બાદ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપીને કરી હતી, જેમની દેશ જન્મજયંતિ ઉજવી રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે બંધારણના ઘડવૈયા બાબાસાહેબે આપણી લોકતાંત્રિક પ્રક્રિયાનો પાયો નાખ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતે આજે જે ઊંચાઈ હાંસલ કરી છે, તેમાં સ્વતંત્ર ભારતની દરેક સરકારે પ્રદાન કર્યું છે.

તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, ભારતના લોકો માટે આ ખૂબ જ ગર્વની વાત છે કે દેશના મોટા ભાગના વડાપ્રધાન ખૂબ જ સરળ પરિવારમાંથી આવે છે. અને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાંથી આવીને, એક ખૂબ જ ગરીબ પરિવાર, ખેડૂત પરિવાર, વડા પ્રધાન પદ સુધી પહોંચવું એ ભારતીય લોકશાહીની મહાન પરંપરાઓના વિશ્વાસને મજબૂત બનાવે છે.” તેમણે ઉમેર્યું હતું કે, “તે દેશના યુવાનોને પણ વિશ્વાસ આપે છે કે ભારતની લોકશાહી પ્રણાલીમાં, સામાન્ય પરિવારમાં જન્મેલી વ્યક્તિ પણ ટોચના હોદ્દાઓ પર પહોંચી શકે છે.” પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સ્વતંત્ર ભારત પછી રચાતી દરેક સરકારે દેશને અત્યારે જે ઊંચાઈએ લઈ જઈએ છીએ, એ ઊંચાઈએ લઈ જવામાં યોગદાન આપ્યું છે. દેશના તમામ વડાપ્રધાનોએ પોતાના સમયના વિવિધ પડકારોને પાર કરીને દેશને આગળ વધારવાનો પ્રયાસ કર્યો અને દરેકના વ્યક્તિત્વ, રચનાત્મકતા અને નેતૃત્વના અલગ અલગ આયામો હોય છે.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular