Friday, April 26, 2024
HomeGeneralખંભાતમાં તોફાનીઓને મળ્યો 'બુલડોઝર ડોઝ', તંત્રએ ગેરકાયદે દબાણ દુર કર્યું

ખંભાતમાં તોફાનીઓને મળ્યો ‘બુલડોઝર ડોઝ’, તંત્રએ ગેરકાયદે દબાણ દુર કર્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. આણંદઃ ગુજરાતમાં રામનવમીના દિવસે બે જિલ્લામાં છમકલું થયું હતું. ખંભાત અને બનાસકાંઠામાં થયેલી હિંસાને લઈને તંત્ર એકશન મોડમાં આવ્યું છે. ખંભાતમાં તંત્રમાં તોફાનીઓ સામે કાર્યવાહી કરી ગેરકાયદે દબાણ દુર કર્યું છે.



ગુજરાતમાં થયેલા છમકલાને લઈને અલગ-અલગ ટીમો દ્વારા તપાસ હાથ ઘરવામાં આવી હતી. જેમાં આ પુર્વાયોજીત કાવતરું હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત કાવતરાના તાર અફઘાનિસ્તાન સુઘી પણ પહોંચયો હતો. ઉપરાંત ષડયંત્ર માટે બહારથી પણ લોકો બોલાવ્યા હોવાનુ સામે આવ્યું હતું. સ્લીપર મોડ્યુલ આધારિત કાવતરું ઘડ્યું હતું, હિંસામાં ખંભાતની માધવલાલ શાહ હાઈસ્કૂલના શિક્ષક પર પણ શંકાની સેવાઈ રહી છે. તોફાન પહેલા અને તોફાન બાદ કેટલાક શખ્સો સાથે ગુપ્ત મિટિંગ કરી હતી. પોલીસે તપાસ માટે શાળાના CCTV ફૂટેજ તેમજ DVR કબ્જે કરાયા છે. આ હિંસામાં એક વ્યકતિનું મોત પણ નિપજ્યું હતુ.

યૂપી અને એમપીની જેમ ગુજરાતમાં પણ તોફાનીતત્વો સામે આ પ્રકારની કાર્યવાહી હાથ ઘરી છે. છેબુલડોઝર દ્વારા કાર્યવાહી કરવાનો ક્રેઝ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના રાજમાં શરુ થયો. તેમણે માફિયાઓ અને ગુંડાઓની અનેક સંપત્તિઓ પર બુલડઝર ફેરવીને આ પ્રકારની કાર્યવાહી કરી છે. તેવામાં ગુજરાતમાં જિલ્લા કલેકટરે ખંભાતના સક્કરપુર ગ્રામ પંચાયત દ્વારા દબાણો હટાવવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. દબાણ હટાવવાની કામગીરી પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular