Sunday, August 2, 2026
HomeGeneralજામનગરમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ કર્યો અગ્નિપથનો વિરોધ, પોલીસને ગંધ પણ ન આવી

જામનગરમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ કર્યો અગ્નિપથનો વિરોધ, પોલીસને ગંધ પણ ન આવી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.જામનગરઃ કેન્દ્ર સરકારે હાલમાં જ સેનામાં ભરતી માટેની અગ્નિપથની યોજના જાહેર કરી હતી, જેનો દેશના ખુણે ખુણે વિરોધ થયો છે અને હવે ગુજરાતમાં જામનગરમાં પણ તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હજારોની સંખ્યામાં જામનગરમાં વિદ્યાર્થીઓ એકત્ર થઈ ગયા હતા અને પોલીસને ક્યાંય ગંધ પણ આવી નહીં. પોલીસે આ કારણે મોટો કાફલો ખડકી દીધો. સમજાવટ કરી પરંતું તેમ છતાં કોઈ રસ્તો ન નીકળ્યો અને કેટલાકોની અટકાયત કરવામાં આવી હતી.



જામનગરમાં એસપી કચેરી પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આજે એક્ઠા થવા લાગ્યા હતા. તેઓ અહીં અગ્નિપથ યોજના અંગે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. દરમિયાનમાં જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે વિરોધ કરતાં વિદ્યાર્થીઓને પહેલા સમજાવ્યા પરંતુ તેમાં સફળતા ન મળતાં પોલીસે પાણીનો મારો ચલાવવા વોટર કેનન મગાવ્યા હતા. પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થતાં લાઠીચાર્જ કરાયો હતો અને કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરાઈ હતી. જોકે બાદમાં ઉચ્ચ અધિકારીઓને આ બાબતની રજૂઆત પહોંચાડીશું તેવી હૈયા ધારણા મળ્યા પછી મામલો થાળે પડ્યો હતો. વિદ્યાર્થીઓ પોતાની રજૂઆત કરી રવાના થઈ ગયા હતા. હાલ આ મામલો થાળે પડ્યો છે, પરંતુ આ યોજનાને લઈને બિહાર, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન જેવા ઘણા રાજ્યો અને 40થી વધુ શહેરોમાં વિરોધ પ્રદર્શનો અને તોફાનો ફાટ્યા હતા.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular