પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. ભાવનગર): જ્યારે પ્રમાણભાન ભુલાઈ જાય ત્યારે ગરબડ થાય છે, ભાવનગર કેળવણી મંડળ સંચાલીત કોલેજના કાર્યકારી આચાર્ય રંજનબાળા ગોહીલનો વ્યકિતગત ઝુકાવ ભાજપ તરફ હોઈ શકે તેમાં કોઈને વાંધો હોવો જોઈએ નહીં, પરંતુ કાર્યકારી આચાર્યએ એક પરિપત્ર કરી કોલેજની વિદ્યાર્થિનીઓને વોટ્સએપ ઉપર સૂચના આપી તે તમામ વિદ્યાર્થિનીઓને ભાજપ સદસ્યતા અભિયાનમાં ભાગ રૂપે ભાજપના પેજ કમિટિના સભ્ય થવાનું હોવાને કારણે તેઓ પોતાનો પાસપોર્ટ સાઈઝ ફોટો અને મોબાઈલ ફોન સાથે લેતા આવે. આ આદેશ વાયરલ થતાં આખા રાજ્યમાં આ પ્રકારની વિચિત્ર સૂચનાની ટીકા થવા લાગી અને કોલેજના ટ્રસ્ટી મંડળ સુધી વાત પહોંચતા આખરે કાર્યકારી આચાર્ય રંજનબાળા ગોહીલે પોતાને આચાર્યની ભૂમિકામાંથી મુકત કરવાનો પત્ર ટ્રસ્ટને મોકલી આપ્યો છે.
નિયમ પ્રમાણે સરકાર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા કર્મચારીનો વ્યકિતગત ઝુકાવ કોઈ પણ રાજકીય પક્ષ સાથે હોય તો પણ તે પોતાની ફરજમાં તેમનો વ્યક્તિગત મત લાવી શકતા નથી. ભાવનગર કેળવણી મંડળ સંચાલિત કોલેજના આચાર્ય રજનીબાળા ગોહીલ આ બાબતનું ધ્યાન રાખવાનું ભૂલી ગયા અને તેમણે ભાજપના સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, તેમાં કોલેજની વિદ્યાર્થિનીઓને ભાજપના સદસ્ય બનાવવા માટે ફોટોગ્રાફ સાથે આવવાની સૂચના આપી હતી, પણ આ પ્રકારની સૂચનાની જાણ કોલેજના ટ્રસ્ટી મંડળને થતાં ટ્રસ્ટી ધીરેન વૈષ્ણવે જણાવ્યું કે આ પ્રકારની કોઈ રાજકીય પ્રવૃત્તિ સાથે અમારી કોલેજ ટ્રસ્ટ સંકળાયેલું નથી. આ બાબત અમારી જાણમાં આવતા અમે આ મામલે કાર્યકારી આચાર્યનો ખુલાસો માગ્યો હતો. આ પ્રકારના આદેશ માટે તેમને ટ્રસ્ટ અને કોલેજ દ્વારા કોઈ સૂચના મળી ન્હોતી.
આમ છતાં આ મામલે ખુદ કાર્યકારી આચાર્યએ અમને પત્ર લખી જાણ કરી છે કે તેમણે કાર્યકારી આચાર્યની ભૂમિકામાંથી મુકત કરવામાં આવે જુઓ વીડિયો.
ભાવનગરઃ મહિલા કોલેજના પ્રિન્સીપાલે વિદ્યાર્થિનીઓને કહ્યુ ભાજપના સદસ્ય થવાનું છે ફોટો લઈ આવવુ, પછી શું થયું જાણો@prashantdayal26 #navajivan_news pic.twitter.com/GTyUOPUAN4
— Navajivan News (@NavajivanNews) June 27, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











