નવજીવન ન્યૂઝ. ભાવનગર: ગુજરાતમાં અનેક જગ્યાઓએ નકલી ડોક્ટર બનીને દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતાં લોકોની ધરપકડ થઈ હોવાના કિસ્સા સામે આવતા હોય છે, તેમ છતાં કાયદામાં કોઈ કડક જોગવાઈ ન હોવાના કારણે આવા લોકોને કાયદાની કોઈ બીક રહી નથી. ભવનગરમાં આવી જ રીતે નકલી ડોક્ટર બનીને ક્લિનિક ચલાવતા બે ડોકટરની પોલીસ દ્વારા ત્રીજી વાર ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ બે વાર ધરપકડ થયા બાદ ત્રીજી વાર પણ આ બંને વ્યક્તિઓની નકલી ડોકટર બનવા માટે ધરપકડ કરવામાં આવી છે.
ભાવનગર પેરોલ ફરલો સ્કવોડને માહિતી મળી હતી કે ભાવનગર મેઈન રોડ ઉપર બે વ્યક્તિઓએ ડોક્ટરની ડિગ્રી વગર ક્લિનિક ચલાવી રહ્યા છે અને દર્દીઓને દવાઓ અને ઈન્જેક્શન આપીને પોતે આર્થિક લાભ મેળવી રહ્યા છે. માહિતીના આધારે ભાવનગર પોલીસે સદગુરુ ક્લિનિકમાં દરોડા પડ્યા હતા. જ્યાંથી પોલીસે નરેન્દ્ર જોટંગિયા નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. આ વ્યક્તિ કોઈ પણ પ્રકારની ડોક્ટરની ડિગ્રી વગર લોકોને એલોપેથિક દવાઓ આપતો હતો. પોલીસને ક્લિનિક માંથી દવા અને અન્ય મેડિકલનો સમાન એમ કુલ 4554 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
ત્યાર બાદ પોલીસે સાઈ ક્લિનિકમાં બીજી રેડ કરી હતી, જ્યાંથી પોલીસે મનોજ ઠાકુર નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. મનોજ પાસે પણ ડોક્ટર તરીકે કામ કરવા માટે કોઈ સર્ટિફિકેટ કે ડિગ્રી ન હતા જે તેણે કાબુલ કર્યું હતું. પોલીસ દ્વારા સાઈ ક્લિનિક માંથી દવાઓ અને મેડિકલનો સમાન એમ કુલ 14,295 રૂપિયાનો મુદ્દામલ કબજે કરવમાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નરેન્દ્રએ આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે જ્યારે મનોજે સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. જેમાંથી મનોજ મૂળ બિહારનો વતની છે અને અગાઉ પણ બંને લોકો બે વાર પોલીસ દ્વારા નકલી ડોકટર બનીને ક્લિનિક ચલાવવાના કેસમાં તેની ધરપકડ કરી છે તેમ છતાં તેણે ત્રીજી વાર પણ નકલી ડોક્ટર બનીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાનું ચાલુ રાખ્યું હતું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











