Friday, March 29, 2024
HomeGujaratગુજરાત AAPએ ઉમેદવારની 5મી યાદી જાહેર કરી, અત્યાર સુધી કુલ 41 ઉમેદવારના...

ગુજરાત AAPએ ઉમેદવારની 5મી યાદી જાહેર કરી, અત્યાર સુધી કુલ 41 ઉમેદવારના નામ જાહેર કર્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠક પર પહેલીવાર કિસ્મત અજમાવા જઈ રહેલી આમ આદમી પાર્ટીએ ઉમેદવારની પાંચમી યાદી જાહેર કરી છે. આજે જાહેર કરાયેલી યાદીમાં 10 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. જોકે આપ દ્વારા અગાઉ ચાર યાદી જાહેર કરી દેવામાં આવી છે. જ્યારે ભાજપ કે કોંગ્રેસ દ્વારા હજી સુધી કોઈ ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી નથી.

ગુજરાતમાં આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવીને પ્રજા સાથે સંપર્ક કરી રહી છે. બીજી બાજુ આપનો પ્રચાર કરવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સતત ગુજરાતમાં કાર્યક્રમ યોજી રહ્યા છે. ઉપરાંત અત્યાર સુધી અનેક ચૂંટણી વાયદા પણ પ્રજાને આપી છુક્યા છે. ત્યારે આજે બાર બેઠકો માટે ગુજરાત આપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરાવમાં આવ્યા છે.

- Advertisement -

આપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારમાંરાજેશ પંડોરીયા ભુજ બેઠકથી, જયંતિ પ્રણામી ઇડર બેઠકથી, અશોક ગજેરા અમદાવાદની નિકોલ બેઠકથી, જશવંત ઠાકોર અમદાવાદની સાબરમતી બેઠકથી, સંજય ભટાસણા ટંકારા બેઠકથી, વાલજી મકવાણા કોડીનાર બેઠકથી, રવજી વાઘેલા મહુધા બેઠકથી, ઉદયસિંહ ચૌહાણ બાલાસિનોર બેઠકથી, બાના ડામોર મોરવા હડફ બેઠકથી, અનિલ ગરાસિયા ઝાલોદ બેઠકથી, ચૈતર વસાવા ડેડીયાપાડા બેઠકથી, બીપીન ચૌધરી તાપીની વ્યારા બેઠકથી ટિકિટ આપવામાં આવી છે. અત્યાર સુધી આપ દ્વારા પાંચ યાદી જાહેર કરીને કુલ 41 ઉમેદવારના નામ જાહેર કર્યા છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular