નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં વધુ છ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. પ્રથમ યાદીમાં ભાજપે 160 ઉમેદવારોના નામની જાહેર કરી હતી. આમ ભાજપ દ્વારા અત્યાર સુધીમાં કુલ 166 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. ભાજપે ધોરાજી બેઠક પરથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ મહેન્દ્ર પાડલિયાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ખંભાળિયાથી મુળુ બેરા, કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરા, ભાવનગર પૂર્વથી સેજલ પંડ્યા, દેડિયાપાડાથી હિતેશ વસાવા, ચોર્યાસીથી સંદીપ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે. બીજી યાદીના 6 ઉમેદવારોમાં બે મહિલાને ટીકિટ મળી છે અને પ્રથમ યાદીમાં 14 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
![]() |
![]() |










