નવજીવન ન્યુઝ. અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસમાં ટિકીટની જાહેરાતની ત્રીજી યાદી જાહેર થઈ ચૂકી છે. આ જાહેરાતમાં કોંગ્રેસે કુલ 7 ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં રાજકોટ ઈસ્ટ, રાપર, વઢવાણ, ધારી નાંદોદ, નવસારી અને ગણદેવીના ઉમેદવારોની જાહેરાત થઈ છે.
કોંગ્રેસે જાહેર કરેલી ત્રીજી યાદીમાં રાજકોટ ઈસ્ટ બેઠક પરથી તાજેતરમાં જ AAPમાંથી કોંગ્રેસમાં જોડાયેલા ઈન્દ્રનીલ રાજ્યગુરૂને ટિકીટ આપી છે. જ્યારે કચ્છના રાપરથી બચુભાઈ આમરેઠિયાને ટિકીટ આપી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ઉપરાંત વઢવાણથી તરુણ ગઢવી, ધારીથી ડો. કિર્તી બોરીસાગર, નાંદોદથી હરેશ વસાવા જ્યારે નવસારીથી દિપક બારોઠ અને ગણદેવીથી અશોક લાલુભાઈ પટેલ પર કોંગ્રેસે પસંદગીનો કળશ ઢોળ્યો છે.
મહત્વની વાત છે કે, પ્રથમ યાદીમાં કોંગ્રેસે કુલ 43 અને બીજી યાદીમાં 46 નામની જાહેરાત કરી હતી. જ્યારે હવે ત્રીજી યાદી સામે આવતા 7 બેઠકોના ઉમેદવારો કોણ હશે તેનું ચિત્ર સ્પષ્ટ થયું છે. પરંતુ હજુ કેટલીક બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરવાની બાકી છે. આવું થવા પાછળનું કારણ બાકી રહેતી બેઠકો પર ઉમેદવારોની પસંદગીમાં કડાકૂટ અને નેતાઓના લોબિંગને માનવમાં આવે છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
![]() |
![]() |










