Tuesday, June 23, 2026
HomeGujaratગુજરાત વિધાનસભાઃ AAPએ જાહેર કર્યું ઉમેદવારોનું પહેલું લિસ્ટ, ઈટાલિયા-ઈસુદાન પણ લડશે વિધાનસભા...

ગુજરાત વિધાનસભાઃ AAPએ જાહેર કર્યું ઉમેદવારોનું પહેલું લિસ્ટ, ઈટાલિયા-ઈસુદાન પણ લડશે વિધાનસભા ચૂંટણી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતના ચાલુ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. જો કે આ વખતે ભાજપ, આપ, કોંગ્રસ પાર્ટીઓએ તડામાર તૈયારી કરી રહ્યા છે. તેવામાં આમ આદમી પાર્ટીએ સૌથી પહેલા ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ગુજરાતની 10 બેઠકો પર આપે પોતાના ઉમેદવાર જાહેર કરીને ભાજપ અને કોંગ્રસને ચિંતામાં મુકી દીધા છે. ઉપરાંત ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી બંને ચૂંટણી લડશે તેવી પણ જાહેરાત કરી છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના જેટલો સમય બાકી છે. તેવામાં ગુજરાત ભાજપને મજબુત કરવા માટે પીએમ મોદી સહિતના કેન્દ્રીય મંત્રીની અવર-જવર ગુજરાતમાં વધી ગઈ છે. એવામાં ગુજરાતમાં પહેલી વખત વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહેલી આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રસને પછાડવા માટે કાચું કાપવાના મુડમાં નથી. જેથી ગામડાઓમાં પણ સંગઠનને મજબુત કરવા માટે આપના નેતાઓ કામે લાગી ગયા છે. તેવામાં કોંગ્રેસના નેતાઓ જાહેરમાં વિવાદીત નિવેદનો આપીને પોતાના જ પગ પર કુહાડી મારી રહ્યા છે. તેવામાં આપ ગુજરાતએ ઉમેદવારોના નામ જાહેર કરીને ભાજપ અને કોંગ્રસ બંનેને ચોંકાવી દીધા છે.

- Advertisement -

આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા નામ નીચે મુજબ છે.


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular