Saturday, May 23, 2026
HomeGujaratગુજરાતનાં નગરો અને મહાનગરોમાં રાતે 12 વાગ્યેથી 3 કે 4 વાગ્યે સુધી...

ગુજરાતનાં નગરો અને મહાનગરોમાં રાતે 12 વાગ્યેથી 3 કે 4 વાગ્યે સુધી મુખ્ય માર્ગોની લાઇટ્સ બંધ રાખવી જોઈએ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતનાં રાજ્યપાલ આજે એક પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં હાજરી આપવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે વીજળીનો બચાવ કરવા માટે કેટલાક સૂચનો કર્યા હતા. સામાન્ય રીતે આપણે વીજળી બચાવવા માટે કોઈ ખાસ પ્રયત્ન કરતા નથી પણ નાના નાના પ્રયત્નો થકી કેવી રીતે વીજળી બચાવી શકાય અને તે અંગે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યુ હતું. જેમને જણાવ્યુ હતું કે તેમના સૂચનો પર અમલ કરવામાં આવશે તો વીજળીની તો બચત થશે જ પણ સાથે સાથે પર્યાવરણને પણ આનો ફાયદો થશે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, “રાજ્યના બધા મહાનગરો અને નગરોમાં રાત્રિના 12 વાગ્યેથી સવારના 3 કે 4 વાગ્યે સુધી મુખ્ય માર્ગોની લાઇટ્સ બંધ કરી દેવી જોઈએ, ઉપરાંત પૂનમની રાત્રિએ તો સંપૂર્ણ લાઇટ્સ બંધ રાખવી જોઈએ. રાજ્યના બધા નગરો અને મહાનગરોના મુખ્ય માર્ગો રાત્રિના સમયે મોટા ભાગે ઓછી અવર જવર હોય છે જેના કારણે લાઇટ્સ બંધ કરવાથી કોઈ ખાસ નુકસાન નહીં થાય અને આવું કરવાથી પર્યાવરણનું પણ આપણે જતન કરી શકીશું.”

- Advertisement -

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પર્યાવરણના જતન અને પ્રદૂષણ નિવારણ માટે વ્યક્તિગત વીજ વપરાશ ઘટાડવા માટે પણ લોકોને આહવાન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, “ઓફિસમાં કામ કરતી કોઈ પણ વ્યક્તિ સંકલ્પ કરે કે, હું ઓફિસમાં દાખલ થઈશ ત્યારે જ લાઈટ, પંખો કે એ.સી. ‘ઑન’ કરીશ અને ઓફિસની બહાર નીકળીશ કે તરત જ ‘ઑફ’ કરીશ. સામાન્ય વ્યક્તિ જો એક આવા એક નિયમનું પાલન કરે તો આપણે વીજળીની મોટી બચત કરી શકીશું. આવી રીતે વીજ ઉત્પાદન માટે વપરાતો કોલસો બચશે એટલું જ નહીં નિરર્થક વેડફાઈ જતી વીજળી કોઈ કારખાનામાં વાપરી શકાશે કે કોઈ કિસાનના ખેતર સુધી પહોંચશે.”

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular