Saturday, May 23, 2026
HomeGujaratઅમદાવાદ: કોમ્પ્યુટર એન્જિનિયરે એક તરફી પ્રેમમાં ફેક ID બનાવીને યુવતીને હેરાન કરી,...

અમદાવાદ: કોમ્પ્યુટર એન્જિનિયરે એક તરફી પ્રેમમાં ફેક ID બનાવીને યુવતીને હેરાન કરી, સાયબર ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં અસામાજિક તત્વો યુવતીઓને હેરાન પરેશાન કરવા માટે હવે ઓનલાઈન મધ્યમોનો ઉપયોગ કરી રહ્યા છે. પહેલા આ અસામાજીક તત્વો ગલીના નાકે બેસીને છોકરીઓને હેરાન કરતાં હતા હવે ઓનલાઈન માધ્યમો દ્વારા છોકરીઓને હેરાન કરે છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આવા જ એક ઓનલાઈન આશિકની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ ઇનસ્ટાગ્રામ સોશિયમ મીડિયામાં ફેક ID બનાવીને એક યુવતી અને તેની નાની બહેનને હેરાન કરતો હતો.

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં એક યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે કોઈ વ્યક્તિ ચાર અલગ અલગ ફેક ID પરથી યુવતીને અને તેની નાની બહેનને હેરાન કરે છે અને ઓનલાઈન તેમની પાછળ પડી ગયો છે. યુવતીની ફરિયાદના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા અને પોલીસ ઈન્સ્પેકટર કે. વી. પટેલ અને તેમની ટિમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી જશ વર્મા નામના વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. આરોપી એક કોમ્પ્યુટર એન્જિનિયર છે.

- Advertisement -

આરોપીની ધરપકડ બાદ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અને ફરિયાદી એક જ વિસ્તારમાં રહે છે, અને આરોપી ફરિયાદીની નાની બહેન સાથે પરિચયમાં આવ્યો હતો. તે દરમિયાન આરોપીને યુવતીની નાની બહેન સાથે એક તરફી પ્રેમ થઈ ગયો હતો અને તેણે વાત કરવાની ના પડતાં આરોપીએ તેને હેરાન કરવા માટે આ ફેક ID બનાવ્યા હતા. અત્યારે હાલ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને ફેક ID બનાવવા માટે વાપરેલાં ફોનને પણ પોલીસે હાલ જપ્ત કરી લીધો છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular