Thursday, April 23, 2026
HomeGujaratઅદાણી CNG ગેસના ભાવમાં તોતિંગ વધારો, નવો ભાવ આજથી અમલમાં

અદાણી CNG ગેસના ભાવમાં તોતિંગ વધારો, નવો ભાવ આજથી અમલમાં

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રીના છઠ્ઠા નોરતે અદાણી ગેસના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. અદાણી CNG ગેસના ભાવમાં વધારો થતાં સામાન્ય લોકો દાઝયા પર ડામ જેવી પરિસ્થિતીમાં મુકાયા છે. આજે અદાણી CNG ગેસના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તહેવારની સીઝનમાં CNG ગેસના ભાવમાં વધારો થતાં લોકોમાં ભારે નારાઝગી જોવા મળી રહી છે.

ગુજરાતમાં ઓક્ટોબર મહિનાના પહેલા જ દિવસે અદાણી CNG ગેસમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગઈકાલ સુધી અદાણી CNGનો ભાવ 83.90 રૂપિયા હતો તે આજથી 86.60 રૂપિયા પર પહોંચી ગયો છે. નેચરલ ગેસના ભાવમાં 40 ટકાનો વધારો થતા અદાણી CNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડીઝલની સરખામણીમાં CNG ગેસનો ભાવ ઝડપથી વધી રહ્યો છે. જે રીતે CNG ગેસમાં ભાવ વધારો થઈ રહ્યો છે. તે જોતા આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને પણ CNG ગેસનો ભાવ આંબી જાય તો નવાઈ નહીં રહે. ગત ઓગસ્ટ મહિનાના પહેલા જ અઠવાડિયામાં 2 દિવસમાં પ્રતિ કિલો 3.48 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જેથી અદાણી CNG ગેસનો ભાવ પ્રતિ કિલો 87.38 પર પહોંચ્યો હતો. જોકે 18 ઓગસ્ટના રોજ પ્રતિ કિલ્લોએ 3.48 રૂપિયાનો ઘટાડો કરવામાં આવતા CNG ગેસનો ભાવ 83.90 રૂપિયા પ્રતિ કિલો થયો હતો.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular