નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં નજીકના સમયમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાશે તેવી ચર્ચાઓ ચારેય તરફથી સાંભળવા મળી રહી છે ત્યારે ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓમાં પણ હલચલ જોવા મળી રહી છે. દરેક પક્ષ અન્ય પક્ષના નેતાઓને પોતાની તરફ ખેચવા પ્રયત્ન કરે છે તેમજ અલગ અલગ સમાજના આગેવાનોને પોતાના પક્ષમાં ખેચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મોટા પક્ષો નાના નાના પક્ષોને પોતાના તરફ કરવાનો પ્રયત્ન કરે છે તેવામાં આજે ગુજરાતમાં નવી આવેલી આમ આદમી પાર્ટી અને દક્ષિણ ગુજરાતની BTP(ભારતીય ટ્રાયબલ પાર્ટી) આગામી વિધાનસભા ચૂંટણી સાથે લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
આ જાહેરાત કરવા માટે આજે BTPના ધારાસભ્ય મહેશ વસાવા અમદાવાદ સ્થિત આમ આદમી પાર્ટીના પ્રદેશ કર્યાલય પહોંચ્યા હતા. જ્યાં તેમણે અને ગુજરાત આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી કે AAP અને BTP આગામી વિધાનસભામાં ગઠબંધન કરીને ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ છોટુ વસાવાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી, આ મુલાકાતમાં આ ગઠબંધનની રૂપરેખા ઘડાઈ હોય તેવી શક્યતા છે.
પ્રેસ કોન્ફરન્સ સંબોધતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યુ હતું કે, “ભૂતકાળમાં કેન્દ્ર હોય કે ગુજરાત હોય જેટલી પણ સરકાર આવી તેમણે આદિવાસીઓના પ્રશ્નોને ઉકેલ કરવા માટે નિષ્ફળ રહ્યા છે. આદિવાસી સમાજના પાયાના પ્રશ્નો જેવા કે શિક્ષણ, રોજગાર અને જળ-જમીન-જંગલને લઈને આદિવાસી સમાજ લાચાર બન્યો છે. આ પ્રશ્નોનો ઉકેલ આવી શકે તે માટે જ અમે BTP સાથે ગઠબંધન કરીને વિધાનસભાની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.”
ગહબંધન અંગે વાત કરતાં મહેશ વસાવાએ જણાવ્યુ હતું કે, “આમ આદમી પાર્ટીની વિચારધારા અમારી સાથે મળતી આવે છે. અમે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારનું કામ જોયું છે. તેમણે શિક્ષણ ક્ષેત્રે, પાણી ક્ષેત્રે કે રોજગાર ક્ષેત્રે સારું કામ કર્યું છે. ગુજરાતમાં વર્તમાન સરકારે શાળાઓ બંધ કરી છે અને આદિવાસી સમાજને નુકશાન કર્યું છે. કોંગ્રેસ પણ અત્યારે લોકશાહી બચાવવા આંદોલન કરે છે પરંતુ તેમની સરકાર હતી ત્યારે તેમણે પણ આદિવસીઓને નુકશાન જ કર્યું છે. 1લી મેના રોજ AAP અને BTP એક થશે. ગુજરાતનાં સ્થાપના દિવસે અમે ગુજરાતને નવું ગુજરાત મોડલ આપીશું.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











