Monday, July 6, 2026
HomeGeneralઅમદાવાદ: SOGએ 24 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે બેને દબોચ્યા

અમદાવાદ: SOGએ 24 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે બેને દબોચ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં ડ્રગ્સનો કારોબારો અટકવાનું નામ નથી લઈ રહ્યું. ગઈ કાલે કચ્છમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયા બાદ આજે ફરીથી અમદાવાદમાંથી લખો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. SOGની ટીમે મેફેડ્રોન ડ્રગ્સનો 238.400 ગ્રામના જથ્થા સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરી છે.



અમદાવાદમાં SOGની ટીમે સોનીની ચાલી પાસેથી 24 લાખના MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે SOGએ 3 આરોપીની ધરપકડ કરી છે. MD ડ્રગ્સનો જથ્થા સાથે 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરકી છે. SOGના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. પરમાર અને તેમના સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે રાજસ્થાનના બે વ્યક્તિ કારમાં ડ્રગ્સના જથ્થા સાથે અમદાવાદમાં આવી રહ્યા છે.

બાતમીના આધારે તપાસ કરતાં સોનીની ચાલીથી આગળ સર્વિસ રોડ પાસે ટાટા નેકશન કાર GJ-09-BG-9419 ની ઊભી રાખી તલાસી લેતા કારમાંથી રમણલાલ પાટીદાર રહે. રાજસ્થાન અને લાલશંકર પાટીદાર રહે. રાજસ્થાન મળી આવ્યા હતા. તેમની પાસેથી 238.400 ગ્રામનો MD ડ્રગ્સ જેમની કિમત 23,84,000 રૂપિયા છે. SOGએ કુલ 30,92,600નો મુદ્દા માલ જપ્ત કરીને બંનેથી ધરપકડ કરી હતી. બંને વિરુદ્ધ એન.ડી.પી.એસ એક્ટ કલમ 8(સી), 21(સી), 29 મુજબનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular