નવજીવન ન્યૂઝ, અમદાવાદ : મોંઘવારી અને ભ્રષ્ટાચારના આરોપો લગાવી સત્તા મેળવનારી ભાજપ સરકાર (BJP Government) માં અનેક વખત અસહ્ય ભાવ વધારાનો માર પ્રજા મુંગા મોઢે ઝીલી રહી છે. ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ મગફળીનું ઉત્પાદન 25 ટકા વધ્યું હોવા છતાં તેલિયા રાજાઓની સિન્ડીકેટે સિંગતેલના 15 કિલો ડબ્બાનો ભાવ છેલ્લાં 20 દિવસમાં દોઢસો રૂપિયા જેટલો વિક્રમજનક વધારો (Groundnut Oil Record Price) કર્યો છે. આમ છતાં સત્તામાં રહેલા નેતાઓ મૌન છે.
રાજ્યમાં મગફળી ઉત્પાદન 25 ટકા વધ્યું
ગુજરાતમાં આ વર્ષે 52.20 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું તે વર્ષ 2025-26માં રેકૉર્ડ તોડીને પહેલાં અંદાજમાં 66 લાખ ટન અને બાદમાં 60 લાખ ટન થયું હોવાનું જાહેર થયું છે. રાજ્યમાં મગફળીનો જથ્થો સરપ્લસ (Groundnut Quantity Surplus) હોવાથી સિંગતેલના ભાવમાં ઘટાડો થવાની વાત તો બાજુએ રહી તેલિયા રાજાઓએ માર્ચ મહિનામાં જ ટુકડે-ટુકડે સવાસો-દોઢસો રૂપિયા જેટલો ભાવ વધારો ઝીંકી 3000 રૂપિયાને પાર કરી દીધો છે.
કપાસિયા અને પામતેલના પણ ભાવ વધ્યા
મગફળીના તેલના વિકલ્પમાં વપરાતા કપાસિયા તેલના 15 કિલો ડબ્બાનો ભાવ ફેબ્રુઆરીના અંતમાં મહત્તમ 2300 રૂપિયા હતો. જે ભાવ આજે રૂપિયા 2510 પર પહોંચી ગયો છે. જ્યારે આયાતી પામ તેલ 2100 રૂપિયા નીચે રહેતું હતું તે વધીને 2275 રૂપિયા પહોંચ્યું છે. જ્યારે સૂર્યમુખીનું તેલ 2290 રૂપિયાથી વધીને રૂપિયા 2540 રૂપિયા પર પહોંચ્યું છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








