Monday, April 27, 2026
HomeGujaratઉનાના PI એમ.યુ.મસીની બદલી થતા વિદાય કાર્યક્રમમાં લોકો ભાવુક થયા

ઉનાના PI એમ.યુ.મસીની બદલી થતા વિદાય કાર્યક્રમમાં લોકો ભાવુક થયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગીરસોમનાથઃ ગુજરાતમાં પોલીસબેડામાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યો છે. લાંબા સમયથી એક સ્થળ પર ફરજ બજાવીને લોકોની તકલીફ દૂર કરનારા સુરક્ષા પુરી પાડનારા પોલીસ કર્મીની વિદાય થતાં લોકો ભાવુક થતાં જોવા મળી રહ્યા છે. ગીરસોમનાથ જિલ્લાના ૮ જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીઓ થઈ હતી. જેમાં ઉના પી.આઇની બદલી થતા ઉના શહેરીજનો, પોલીસ સ્ટાફ, વેપારીઓ, વકીલો તેમજ આગેવાનો દ્વારા પુષ્પ વર્ષા સાથેના વિદાય સમારંભમાં જોડાયા હતા.

ઉના પોલીસ મથકમાં ૭ મહિના સુધી ફરજ બજાવી ચુકેલા એમ.યુ.મસી ની તાલાળા સી.પી.આઇ તરીકે બદલી કરવામાં આવી હતી અને ઉના પોલીસ મથકનો એન.કે. ગૌસ્વામીએ ચાર્જ સંભાળ્યો હતો. ઉના પી.આઇ. એમ.યુ.મસીએ ફરજ દરમિયાન અનેક દારૂ જુગારના ગણનાપાત્ર કેશો શોધી કાઢયા હતા. તેમજ પ્રોહિબિશનની પ્રવૃતિ અંગેના ગુનાઓમાં ઘટાડો કરવામાં સફળ કામગીરી કરવામાં પણ સાબિત થયા હતા.

- Advertisement -

ઉના પી.આઇ. એમ.યુ.મસી તાલુકાની જનતામાં અને નાનામાં નાની વ્યક્તિની જોડે સુમેળ ભર્યા સંપર્કમાં રહ્યા છે. ઉના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. યુ.મસી ઉના વાસીઓનો ગમે તેવો કપરો સમય ગાળો હોય કે પછી અન્ય તકલીફ હોય આ અધિકારી દરેકને પડખે ઉભા રહ્યા છે દરેક પોલીસ સ્ટેશન માં લખેલુ હોય છે કે “MAY I HELP YOU” આ ઉક્તિને તેઓએ સાર્થક કરી બતાવી છે. ત્યારે ઉના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.યુ.મસીની તાલાળા ખાતે બદલી થતા ઉના શહેરીજનો, પોલીસ સ્ટાફ, વેપારીઓ, વકીલો તેમજ આગેવાનોએ અનોખી રીતે વિદાય આપી હતી અને કામગીરીને લઈને વિદાય વેળાએ તમામ લોકો ભાવુક થયા હતા. ઉનાના હોટેલ હરભોલમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પુષ્પ વર્ષા સાથેના વિદાય સમારંભમાં અનેક લોકો જોડાયા હતા.

(અહેવાલ આભારસઃ ધર્મેશ જેઠવા, ઉના)

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular