Thursday, April 16, 2026
HomeGujaratઉનાની શાળામાં વિદ્યાર્થીએ સફાઈ કરવાની ના પાડતાં ૨૦૦ ઉઠકબેઠક કરાવતા તબિયત લથડી

ઉનાની શાળામાં વિદ્યાર્થીએ સફાઈ કરવાની ના પાડતાં ૨૦૦ ઉઠકબેઠક કરાવતા તબિયત લથડી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગીરસોમનાથઃ ગીર સોમનાથમાં ઉનાની ખાનગી ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં પંદર દિવસ પહેલાં શાળાનાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને સજા રૂપે ૨૦૦ જેટલી ઉઠબેઠક કરાવવામાં આવી હતી. વિદ્યાર્થીએ શાળામાં સફાઈ કરવાની ના પાડતા ઉઠકબેઠક કરાવવામાં આી હતી. જેના કારણે વિદ્યાર્થીની તબિયત લથડતા તેને ઉના સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટની બી ટી સવાણી હોસ્પિટલ ખસેડાયો છે.

ઉનાનાં ત્રિકોણ બાગ નજીક નાસ્તાની રેકડી રાખીને ધંધો કરતાં બાવાજી પરીવારના મહેશગીરી ગોસ્વામીનો પૂત્ર કરણ શહેરનાં તળાવ કાંઠે આવેલ ખાનગી ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે. તેને શાળાની પ્રાથના સભામાં મોડો આવતો હોવાના અને શાળામાં સફાઈ કામગીરી નહિં કરવાનાં બહાનાં તળે સજા રૂપે ૨૦૦ ઉઠકબેઠક કરાવતાં કરાવવામાં આવી હતી. બીજા દિવસ બાળક નહીં ઉઠતાં પિતાને સમગ્ર બનાવની વાત કરતાં મહેશગીરીએ પોતાના સંતાનને વૈદે પાસે હાથ પગની માલીશ કરાવ્યા બાદ બાળક કરણને ઊનાનાં ખાનગી તબીબ પાસે લઈ ગયા હતા.

- Advertisement -

ત્યાં ત્રણ દિવસ દવા લીધી હતી અને ત્યાર બાદ રીપોર્ટ કરાવતાં વિદ્યાર્થીને અન્ય રાજકોટ બી.ટી સવાણી હોસ્પિટલ લઈ જવાં સલાહ આપતાં ત્રણ દિવસથી સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી કરણના પિતા મહેશ ગીરી ગોસ્વામી સાથે ફોન સંર્પક કરતાં તેણે જણાવ્યું હતું કે, મારા પુત્રને કિડની પર અસર પડતાં સોજા આવી ગયાં છે અને તબીબએ ડાયાલિસિસ કરવા કહેવામાં આવ્યું છે પણ અમે ગરીબ પરીવારના હોવાથી આર્થીક સ્થિતીના કારણે સારવાર માટેનું કાર્ડ કઢાવવા દોડા દોડી કરી રહ્યા છે.

વિદ્યાર્થીના વાલીએ જણાવ્યું હતું કે, મારો દીકરો કરણ પહેલાથી જ નબળાઈ ધરાવતો હોય અને અમે શાળા સંચાલક તેમજ શિક્ષકોને જાણ કરવામાં આવી હતી. છતાં આ વિદ્યાર્થીને સફાઈ કામગીરી નહીં કરતા પ્રાથના સભામાં મોડો આવતો હોવાના બહાના હેઠળ ૨૦૦ જેટલી ઉઠક બેઠક કરાવતા મારા દિકરાની તબીયત લથડતા હોસ્પિટલ ખસેડાયો હોવાનો આક્ષેપ કર્યો છે. આ ઘટના બની તેને પંદર દિવસ થઈ ગયા છે. વિદ્યાર્થી રાજકોટ બી ટી સવાણી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતાં શિક્ષણીક સંસ્થા સંચાલન મંડળમાં પણ ખળભરાટ મચી જવા પામી છે.

આભારસહઃ ધર્મેશ જેઠવા

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular