Friday, March 29, 2024
HomeGeneralબાઈકની સિટ નીચે છુપાવેલા ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપી પકડી પાડતી ગીર...

બાઈકની સિટ નીચે છુપાવેલા ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપી પકડી પાડતી ગીર સોમનાથ SOG

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ: Gir Somnath News: રાજ્યમાં હવે નશીલા પર્દાથનું વેચાણ ખૂબ જ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી દારૂ પકડાવાના કિસ્સાઓ સામે આવતા હતા. પરંતુ કેટલા સમયથી દારૂની (Liquor) જેમ ડ્રગ્સ (Drug) અને અન્ય નશીલા પર્દાથનું વેચાણ કરતા પેડલર્સ પણ બેફામ બન્યા છે. ત્યારે પેડલર્સ (Peddler) યુવાધનને બરબાદ કરે તે પહેલા ગીર સોમનાથ પોલીસને (Gir Somnath Police) મોટી સફળતા હાથ લાગી છે. જેમાં પેડલર્સની નવી જ મોડસ ઓપરેન્ડી સામે આવી છે. પેડલર્સ મોટર સાયકલની સિટ નીચે ડ્રગ્સનો જથ્થો છુપાવી ડિલીવરી (Drug Smuggling) કરવા જઈ રહ્યા હતા. દરમિયાન ગીર સોમનાથ SOGએ પેડલર્સને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા.

ગીર સોમનાથ SOGની ટીમ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓને ડામવા અને નશીલા પર્દાથોનું વેચાણ કરતા શખ્સોને ઝડપી પાડવા કાર્યરત હતી. દરમિયાન SOGના ઇન્ચાર્જ સબ ઇન્સપેકટર એ. બી. જાડેજાની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ASI ગોવિંદ વંશ અને નરવણસિંહને બાતમી મળી હતી કે, વેરાવળ રેલ્વે સ્ટેશન સામે હનુમાન મંદિર પાસે ડ્રગ્સની ડિલીવરી થવાની છે. બાતમી મળતા જ SOGની ટીમ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. આ દરમિયાન બાતમીના સ્થળે મોટર સાયકલ પર સવાર થઈ બે શખ્સો પહોંચ્યા હતા.

- Advertisement -

આ બે શખ્સોને અટકાવી તેની તલાસી લેવામાં આવતા તેમની પાસેથી કંઈ પણ વાંધાજનક મળી આવ્યું ન હતું. પરંતુ પાકી બાતમી હોય આરોપીઓની આગવી ઢબે પુછપરછ કરતા અને વાહનની તપાસ કરતા લેતા સીટ નીચે એમ.ડી. ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ડ્રગ્સનો જથ્થો મળી આવતા વેરાવળ મૂળના આરોપી અસ્ફાક ગફ્ફાર પંજા અને સાદીક મહમદ હુસેન સુમરાની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી મળી આવેલા 60 હજારની કિંમતના 26 ગ્રામ ડ્રગના જથ્થાને કબ્જે કરી પોલીસે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વેરાવળ પોલીસને (Veraval Police) આરોપી સોંપી દિધા છે.

TAG: Gir Somnath News, Gir Somnath SOG nabs drug peddlers

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular