Thursday, April 24, 2025
HomeGujaratનકલી માર્કશીટ કૌભાંડ ઝડપાયું, 60 માર્કશીટ સાથે ખેડા LCBએ આરોપીની કરી ધરપકડ

નકલી માર્કશીટ કૌભાંડ ઝડપાયું, 60 માર્કશીટ સાથે ખેડા LCBએ આરોપીની કરી ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ખેડાઃ Kheda News: રાજ્યમાં હજી તો ડમીકાંડનો (Dummy Case) મુદ્દો શાંત નથી પડ્યો ત્યાં તો નવો એક કાંડ ખેડા પોલીસના (Kheda Police) હાથે આવ્યો છે. ખેડા એલસીબીની ટીમે નકલી માર્કશીટ કૌભાંડ (Fake Mark sheet Racket) ઝડપી પાડ્યું છે. ખેડા એલસીબીની (Kheda LCB) ટીમે નકલી માર્કશીકના કૌભાંડમાં ખેડાના એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસને તેની પાસેછી 60 નકલી માર્કશીટ મળી આવી છે. જોકે આ નકલી માર્કશીટ કૌભાંડના તાર ઉત્તર પ્રદેશથી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ખેડા એલ.સી.બી.ની ટીમે ઢાસરાના નેસ ગામમાંથી કિરણ ચાવડા નામના આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે કિરણને ઝડપી તપાસ કરતા બોગસ માર્કશીટનો ઢગલો મળી આવ્યો હતો. જેમાં કિરણ SSC,HSC, BA, B.COMની નકલી માર્કશીટ બનાવતો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસે કિરણ પાસેથી NIOSના નકલી માઈગ્રેશન સર્ટિફિકેટ, પ્રોવિઝન સર્ટિફિકેટ અને માર્કશીટ કબ્જે કરી પુછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર કિરણ ચાવડા પાસેથી વિદેશ જવા અને સરકાર નોકરીમાં ઉપયોગમાં લેવા ગ્રાહકો નકલી માર્કશીટ બનાવડાવતા હતા. આરોપી કિરણના આ કાંડના તાર છેક ઉત્તર પ્રદેશ સુધી પણ લંબાઈ શકે તેવી શક્યાતા જણાય છે. કિરણ ચાવડા પાસેથી પોલીસને SSCના 13, HSCના 3 BCAના 6, BComના 3 BAની બોગસ માર્કશીટ સહિત સર્ટિફેકટ મળી આવ્યા છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે આરોપી કિરણે અગાઉ કેટલી માર્કશીટ બનાવી છે અને તેમાં કેટલા લોકો સંડોવાયેલા છે.

જો ખરેખર આ તપાસ કરવામાં આવે તો કેટલાક લોકો સરકારી નોકરી પર ચઢી ગયા છે તેના પર તપેલા ચઢી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. સાથે જ આ મામલાની તપાસનો દોર આણંદ અને ઉત્તર પ્રદેશના વ્યક્તિઓન તરફ પણ જઈ રહ્યો હોવાની માહિતી સુત્રો આપી રહ્યા છે. હાલ સમગ્ર મામલે એલ.સી.બી.એ ડાકોર પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

TAG: Kheda News, Fake Mark sheet Scam, Fake certificate Racket, Kheda LCB

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular