જયંત દાફડા (નવજીવન.જુનાગઢ): જ્યારે કોઈ પરિવારનું એક સભ્ય સારું ભણી જાય તો તેની આવનારી પેઢીઓ સુધરી જતી હોય છે, આ બાબતને સારી રીતે સમજતા જુનાગઢના DySP જાડેજાએ એક ખેડૂત પૂત્રને ભણતરમાં થતી તકલીફોને દુર કરી વધુ એક સતકર્મ કરી બતાવ્યું છે. જાડેજા અગાઉ પણ ઘણી રીતે લોકોને મદદ કરવામાં માનવીય અભિગમ દાખવી ચુક્યા છે. જોકે અહીં વાત કાંઈક જુદી છે.
બાબત એવી છે કે, જુનાગઢ રેન્જના IGP મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જુનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના માનસ પર પોલીસની એક સ્વચ્છ છાપ ઊભી થાય અને લોકો પોલીસથી ડરવાને બદલે પોલીસ ખરેખર તેમની મિત્ર છે તેવી ભાવના સાથે પોલીસને જોતા થાય તે માટે “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવી છે. જે અંતર્ગત પોલીસ કામ પણ કરે તે પણ એટલું જ જરૂરી પણ છે.
હવે આ દરમિયાનમાં એક ઘટના એવી બની કે, ગીર સોમનાથ જિલ્લાના ઉના વિસ્તારમાં રહેતા અને જુનાગઢ જિલ્લાની એક શૈક્ષણિક સંસ્થામાં બીએસસી, નર્સિંગમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી દ્વારા જુનાગઢ ડિવિઝનના DySP પ્રદિપસિંહ જાડેજાને ટેલિફોનથી સંપર્ક કરવામાં આવ્યો, તેણે ફોન પર પ્રદિપસિંહને કહ્યું કે, હું બીએસસી, નર્સિંગમાં અભ્યાસ કરું છું. મારા પિતાને ઉના વિસ્તારમાં આંબાનો બગીચો છે, આમ તો મને શૈક્ષણિક ફી નો કોઈ પ્રશ્ન નથી, શૈક્ષણિક ફી અમે ભરી દીધી છે. પરંતુ, તાજેતરમાં આવેલા તાઉકતે વાવાઝોડા દરમિયાન આંબાના બગીચામાં નુકસાન થતા દોઢ બે વર્ષથી કેરીની આવક બંધ થઈ ગઈ છે.
તેણે કહ્યું કે, સાહેબ આ કારણથી આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ જતા, ગુજરાન ચલાવવું ભારે થઈ પડી રહ્યું હતું. પોતે શૈક્ષણિક ફી તો ભરી છે, પણ હોસ્ટેલ ફી માં થોડા રૂપિયા ઘટે છે. હાલ તે જુનાગઢના શાળાની નજીકના ગામે પોતાના સગાના ઘરે રહે છે અને ત્યાંથી અપડાઉંન કરી, અભ્યાસ કરવા જવું પડે છે. જેના કારણે અભ્યાસ માટે પૂરતો સમય મળતો નથી. ભણતર માટેની તેની તાલાવેલી પ્રદિપસિંહ સમજી ગયા, જોકે તેમણે પહેલા આ વ્યક્તિ કેટલો સાચો છે તેની ખરાઈ પણ કરી.
જુનાગઢ ડિવિઝનના DySP પ્રદીપસિંહ જાડેજા દ્વારા શાળા સંચાલકનો સંપર્ક કરવામાં આવ્યો. તેમણે સંચાલકને આખી વિગતથી માહિતગાર કર્યા. સામે છેડે સંચાલક પણ તેમના જેવા જ સ્વભાવના નીકળ્યા તેમણે તુરંત જાડેજાની વાતમાં પોતાનો હકાર ભર્યો. કારણ જાડેજાએ તેમને કહ્યું યુવાન જરૂરિયાત વાળો છે અને તેને ભણવામાં રસ છે, યુવાનને મદદ કરવા વિનંતી કરી. તરંત આ અરજદાર યુવાનને શાળાએ તેમની સાથે મુલાકાત કરાવતા શાળાએ યુવાનની 65% થી 70 % ફી માફી કરી દીધી. એટલું જ નહીં બાકીની ફી જ્યારે થાય ત્યારે આપવાનું જણાવી દીધું. બે ઘડી જાણે પોતાની સામે કોઈ ચમત્કાર થયો હોય તેવા ભાવ સાથે યુવાનના ચહેરા પર ખુશી દોડી આવી.
તેણે તુરંત જાડેજાનો ભારોભાર આભાર વ્યક્ત કર્યો પરંતુ જાડેજાએ પોલીસ તરીકેની પોતાની ફરજ ગણાવી, અને યુવાનને કહ્યું ભણતરમાં ધ્યાન આપજે, અરજદારને પોલીસનો આવો અનોખો અનુભવ અને પોતાને મદદ મળતા, ખૂબ જ આનંદિત થઈ ગયો હતો. યુવાને કહ્યું કે પોલીસ આવી મદદ કરશે તેનો વિશ્વાસ નહોતો પણ પોલીસે કરેલી કાર્યવાહીએ મારી તકલીફો ઘટાડી છે. અહીં સુધી કે યુવાન એટલો ખુશ હતો કે તેનો ભાવ તેણે રીતસર પોલીસ સમક્ષ વ્યક્ત કર્યો હતો અને ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.








