Thursday, April 30, 2026
HomeBusinessઆયર્ન ઓર અને સ્ટીલ ઉત્પાદનના કાચામાલોના ભાવમા એકએક ગાબડા

આયર્ન ઓર અને સ્ટીલ ઉત્પાદનના કાચામાલોના ભાવમા એકએક ગાબડા

- Advertisement -

મીલીટરી પરેડ દરમિયાન આકાશને ચોખ્ખું રાખવા સ્ટીલ ઉત્પાદન પર કાપ મુકવામાં આવશે

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): ચીનમાં સ્ટીલની પુરવઠા સ્થિતિમાં મોટો વધારો થવા સાથે મોસમી માંગમાં ઘટાડો, અને બે દાયકામાં પહેલી વખત જુલાઈમાં અણધારી રીતે યુઅન કરન્સીમાં નવી લોન માંગમાં ઘટાડાના અહેવાલે, ગુરુવારે આયર્ન ઓરના ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. ચીનના દેલીયાન કોમોડીટી એક્સચેન્જ પર જાન્યુઆરી આયર્ન ઓર વાયદો ૧.૮૮ ટકા ઘટીને ૭૮૩.૫ યુઆન (૧૦૯.૨૫ ડોલર) પ્રતિ ટન મુકાયો હતો. સિંગાપુર આયર્ન ઓર સપ્ટેમ્બર બેન્ચમાર્ક વાયદો ૦.૭૮ ટકા ઘટીને ૧૦૨.૭ ડોલર બોલાયો હતો.

ઉત્તર ચીનમાં વ્યાપક મીલીટરી પરેડ યોજાવાની હોવાથી, સ્ટીલના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના પણ વધી ગઈ છે. ઉત્તર ચીનની સ્ટીલ મિલોને આદેશ આપવામાં આવ્યો છે કે મીલીટરી પરેડ દરમિયાન આકાશને ચોખ્ખું અને પારદર્શક રાખવા ઉત્પાદન પર કાપ મુકવામાં આવે. ૩ સપ્ટેમ્બરે બીજું વિશ્વયુદ્ધ પૂરું થવાની યાદમાં આ મીલીટરી પરેડ યોજવામાં આવી રહી છે. આ ઘટનાની અસર આયર્ન ઓર બજારના સેન્ટીમેન્ટ પર અચૂક પડવાની છે. બુધવારે આ સમાચાર પર આયર્ન ઓરના ભાવ વધ્યા હતા.

- Advertisement -

આયર્ન ઓરની પાછળ દેલીયાન એક્સચેન્જ પર સ્ટીલ ઉત્પાદનના અન્ય કાચામાલો કોલસો અને કોક અનુક્રમે ૫.૧૭ ટકા અને ૩.૬૯ ટકા દબાયા હતા. માયસ્ટીલ કંપનીએ એક નોંધમાં કહ્યું હતું કે ચીનના અંતિમ વપરાશકારોએ આખરી ઉત્પાદનના ભાવને નિયંત્રિત કરવાને લીધે, કોકિંગ કોલના ભાવ, માંગમાં સતત નબળાઈને લીધે ઘટ્યા હતા. શાંઘાઈ એક્સચેન્જ પર રીબાર સ્ટીલ ૧.૨૯ ટકા, હોટ-રોલ્ડ કોઈલ ૧.૦૪ ટકા, વાયર રોડ ૧.૧ ટકા અને સ્ટેનલેસ સ્ટીલના ભાવ ૦.૭૬ ટકા દબાણમાં આવ્યા હતા.

યુઆન લોનમાં ઘટાડો એવા સૂચિતાર્થો બતાવે છે કે વોશિંગ્ટન સાથે થઇ રહેલી વેપાર વાટાઘાટો ખાનગી ક્ષેત્રમાં માંગ ઘટાડો લાવશે. જુલાઈ ૨૦૦૫મા આવો લોન માંગ ઘટાડો નોંધાયો હતો. ડીસેમ્બર ૧૯૯૯મા પણ આવો મોટો માસિક માંગ ઘટાડો જોવાયો હતો. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે લોન ક્રેડીટમાં વ્યાપક વધારો થયો હોવો જોઈએ, જે એવું સૂચવે છે કે સેન્ટ્રલ બેંક હવે તેની નીતિમાં કોઈ ઢીલાશ નથી મુકવા માંગતી.

ચાઈનીસ કન્સલ્ટન્સી માયસ્ટીલ કહે છે કે તાજેતરમાં હવામાનમાં આવેલા ભયંકર બદલાવને લીધે ખુલ્લામાં થઇ રહેલા માળખાગત બાંધકામ પ્રોજેક્ટો અટકી પડ્યા હતા. હવે નવા પ્રોજેક્ટો ખુલી રહ્યા છે, પરિણામે ઓગસ્ટમાં બાંધકામ માટેના સ્ટીલની મોટી માંગ સંભવિત છે. તૈયાર સ્ટીલની સટ્ટાકીય માંગ, કાચા સ્ટીલની વધુ પડતી સપ્લાય, તેમજ નબળી મોસમી માંગ ભાવને દબાણમાં રાખી રહ્યા છે. વર્તમાન મહિનાના અંતિમ તબક્કામાં સ્ટીલ મિલો પર ઉત્પાદન નીયંત્રણ, અમેરિકા અને ચીન વચ્ચે જકાત ગણતરીને ૯૦ દિવસ સુધી લંબાવામાં આવી, તેથી ચીનમાં ભાવને થોડો ટેકો પૂરો પાડશે.

- Advertisement -

ઓસ્ટ્રેલીયા તરફથી આયર્ન ઓરના શિપમેન્ટ (રવાનગી) ઘટતા સર્વાંગી રીતે વિશ્વિક આયર્ન ઓરના શીપમેન્ટમાં પણ ઘટાડો નોંધાયો છે. માંગની બાજુ જોઈએ તો સ્ટીલ મિલો અત્યારે પોતાના સ્ટોકની ઇન્વેનટરીઝ રોજીંદા ઢોરને હોટ મેટલ ઉત્પાદન માટે આવશ્યકતા પ્રમાણે વધારી ઘટાડીને વાપરી રહ્યા છે, જે દર્શાવે છે કે આગળ જતા આયર્ન ઓરની માંગ વધુ રહેવાની છે.

બ્રોકર પેઢી ગેલેક્સી ફ્યુચર્સ કહે છે કે આમ જુઓ તો આયર્ન ઓરની માંગમાં ચીનનો હિસ્સો હાલમાં ઓછો થયો છે, જ્યારે વિદેશી કાચા સ્ટીલની માંગ અને ઉત્પાદન પ્રમાણમાં ઊંચું રહ્યું છે. બ્રાઝીલ સ્થિત વલે અને એચબીપીનું સંયુક્ત ખાણ સાહસ સમારકોને કોર્ટમાંથી ઉત્પાદન અને બેન્ક્રપ્સી પ્રક્રિયામાં, નાદારીમાંથી મુક્તિની મંજુરી મળી ગઈ છે. ૨૦૧૫મા બ્રાઝીલની એક ખાણમાં ડેમ ફાટ્યો ત્યાર પછી આ કંપની સામે વર્ષો સુધી ઉત્પાદન અટકાવી દેવાના આદેશો આપવામાં આવ્યા હતા.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular