Wednesday, July 8, 2026
HomeGujaratએવું તો શું બન્યું કે કોંગ્રેસના આ ધારાસભ્યએ સરકારના કર્યાં ભરપેટ વખાણ...

એવું તો શું બન્યું કે કોંગ્રેસના આ ધારાસભ્યએ સરકારના કર્યાં ભરપેટ વખાણ ?

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બનાસકાંઠા: આમ તો રાજકારણમાં કયારેય કોઈ કોઈનું દુશ્મન હોતું નથી. વૈચારિક મતભેદો અને વિચારધારા જુદી-જુદી હોય શકે છે. જો કે સત્તાપક્ષ અને વિપક્ષ નેતાઓ અંદરો-અંદર મુલાકાત અને બેઠકો કરતા હોય છે. એક પક્ષમાંથી બીજા પક્ષમાં નેતાઓની આવક-જાવક પણ થતી રહેતી હોય છે. પણ જ્યારે સરકારનો સતત વિરોધ અને ટીકા કરતા કોંગ્રેસી ધારાસભ્ય અચાનક પ્રશંસા કરવા માંડે ત્યારે કૂતુહલ ચોક્ક્સ સર્જાય છે.

વાત છે વાવના કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર (Ganiben Thakore) ની કે જેમણે પ્રથમ વખત સરકારની ભરપેટ પ્રશંસા કરી છે. તેમના બદલાતા સૂર જોઈ લોકો પણ આશ્ચર્યમાં મૂકાયા છે. તો રાજકારણમાં પણ અનેક તર્ક-વિર્તકોએ જોર પકડ્યું છે.રામનવમી પર્વ નિમિત્તે ગેની બેન નડાબેટની મુલાકાતે હતા. જયાં તેમણે સરકારી કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારે નડાબેડ સહિત નડેશ્વરી મંદિરના વિકાસને લઈ સરકારના જાહેરમાં ભરપેટ વખાણ કર્યા હતા.

- Advertisement -

શું કર્યા વખાણ?

ગેની બેન ઠાકોરે સરકારી કાર્યક્રમમાં નિવેદન આપતા કહ્યું કે, “સરકારના વિવિધ વિકાસના કામોના લાભ પણ આપણને ખૂબ સારા પ્રમાણમાં મળ્યાં છે. આજે ભારતમા નહીં પણ વિશ્વના નકશામાં નડેશ્વરી માતા અને આંતરરાષ્ટ્રીય બોર્ડર સીમાદર્શનને એક અલગ ઓળખ મળી છે. અહી મોટી સંખ્યામાં ભક્તો નડેશ્વરી માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. સરકારે આ વિસ્તારમાં સારા વિકાસના કામો કર્યા છે”.

હંમેશા સરકાર પર આકરા પ્રહારો કરતા ગેનીબેન ઠાકોરે પ્રથમ વખત સરકારના વખાણ કરતાં નિવેદન આપ્યું છે જે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જેને પગલે અનેક સવાલોને વેગ મળ્યો છે. ગેનીબેન શું ભાજપના વિકાસથી પ્રભાવિત થયાં છે? કેમ અચાનક આ પ્રકારે સરકારના ગુણગાન કરી રહ્યાં છે? આગામી દિવસોમાં ગેનીબેન નવા-જૂની કરવાના મૂડમાં તો નથી ને? ત્યારે આ તમામ બાબતોનો જવાબ ભવિષ્યના ગર્ભમાં રહેલો છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular