નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજ્યમાં ઓનલાઈન સટ્ટાનો (Online Betting) વેપલો દિવસેને દિવસે વધી રહ્યો છે. તાજેતરમાં જ અમદાવાદમાં રૂપિયા 1400 કરોડના સટ્ટાના વ્યવહારો ઝડપાયા બાદ પી.સી.બીની ટીમે રૂપિયા 5 હજાર કરોડના વ્યવહારો ઝડપી પાડ્યા હતા. એવામાં રાજકોટમાં પણ સટ્ટાનો ધંધો વિકસી રહ્યો છે તેવા સમાચાર મળી રહ્યા છે.
ગતરોજ રાત્રિના સમયે આઈ.પી.એલ. ક્રિકેટ મેચ (IPL Match) દરમિયાન પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન સટ્ટોડિયાઓ પર બાજનજર રાખવામાં આવી હતી. પોલીસ સટ્ટોડિયાઓને શોધી રહી દરમિયાન શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા ઑપ્શનના શો રૂમ નજીકથી એક યુવક ઝડપાયો હતો. આ કાર્યવાહીમાં રાજકોટ પોલીસને હાથ betball999 વેબસાઈટ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાતા પોલીસે ઉંડી તપાસ હાથ ધરી હતી. પોલીસે આ મામલે કાર્યવાહી કરી આરોપી કૌશિકભાઈ વજુભાઈ દવેની પુછપરછ કરતા અન્ય આરોપીઓના નામ પણ સામે આવ્યા છે. જેમાં આરોપી કૌશિકે પોલીસને કબૂલાત આપી હતી કે, હર્ષદ ચંદારાણા અને દિપુ વાંકાનેર પાસેથી તેને આ આઈ.ડી. મળી હતી.
રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ (Rajkot Crime Branch) દ્વારા આરોપી કૌશિક દવે સહિત હર્ષદ ચંદારાણા અને દિપુ વાંકાનેર વિરૂધ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








