Thursday, April 16, 2026
HomeGujaratGandhinagarગાંધીનગરઃ જૂનું સચિવાલય હવે નવું સચિવાલય બનશે, 100 કરોડના ખર્ચે થશે રિ-ડેવલપ

ગાંધીનગરઃ જૂનું સચિવાલય હવે નવું સચિવાલય બનશે, 100 કરોડના ખર્ચે થશે રિ-ડેવલપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ Gandhinagar: ગુજરાતના પાટનગરમાં આવેલી દાયકાઓ જૂની સચિવાલયની ઈમારતોનું રિ ડેવલપમેન્ટ (re-development) કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 1970-71માં બનાવામાં આવેલા જૂના સચિવાલયની જગ્યાએ હવે નવું ભવન તૈયાર કરવામાં આવશે. રિ ડેવપમેન્ટ પ્રોજેક્ટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. જેથી હવે જૂનું સચિવાલય (Old Sachivalaya) નવા સચિવાય તરીકે આગામી સમયમાં જોવા મળશે.

જૂના સચિવાલયમાં આવેલી ઈમારતો હાલ જર્જરિત હાલતમાં હોવાથી રિ ડેવલપમેન્ટનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ જૂના સચિવાલય ભવનની જગ્યાએ નવું ભવન બનાવામાં આવશે. જૂના સચિવાલયમાં કાર્યરત કચેરીઓની કામગીરીને વિક્ષેપ ન પડે તે માટે ક્રમશ: નવા બ્લોક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પહેલા તબક્કામાં 100 કરોડના ખર્ચે 2 બ્લોક તૈયાર કરવામાં આવશે.

- Advertisement -

જૂના સચિવાલયમાં ક્રમશ 8 બ્લોક તૈયાર કરવામાં આવશે. જેમાં લિફ્ટ સહિતની અધતન સુવિધાઓ ઊભી કરવામાં આવશે. હાલ જૂના સચિવાલયમાં લિફ્ટ, પાર્કિંગ, ફાયર સિસ્ટમ સહિતની પાયાની સુવિધાઓ યોગ્ય નથી. હાલ જૂના સચિવાલયમાં કાર્યરત કચેરીઓની ઈમારતને યથાવત રાખીને નવું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. નવા બ્લોક તૈયાર થઈ જાય ત્યારબાદ કચેરીને શિફ્ટ કરીને જૂના બોલ્ક તોડી પાડવામાં આવશે. હાલમાં જૂના સચિવાલયમાં 20 બ્લોક આવેલા છે. જેમાં 3 માળનું સ્ટ્રક્ચર આવેલું છે, તેના બદલે 8 માળનું સ્ટ્રક્ચર બનાવામાં આવશે.

જૂના સચિવાલના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને મુખ્યમંત્રીની મંજૂરી મળ્યા બાદ હવે સીટીપી ઓફિસ દ્વારા પ્લાનને મંજૂરી આપી દેવામાં આવી છે. જૂના સચિવાલના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે આગામી ટૂંક સમયમાં ટેન્ડરીંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular