Wednesday, July 29, 2026
HomeGujaratBreaking News: વડોદરા-આણંદને જોડતો મહિસાગર પરનો ગંભીરા બ્રિજ તૂટ્યો, 9ના મોત, 4...

Breaking News: વડોદરા-આણંદને જોડતો મહિસાગર પરનો ગંભીરા બ્રિજ તૂટ્યો, 9ના મોત, 4 વાહન નદીમાં પડ્યા

- Advertisement -

વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો પાદરા તાલુકાના મુજપુર પાસેનો મહિસાગર નદી પર આવેલો ગંભીરા બ્રિજ આજે સવારે તૂટી જતાં ગંભીર દુર્ઘટના સર્જાઇ છે. આ બનાવમાં બે ટ્રક, એક પિકઅપ વાન સહિત ચાર વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા. જેમાં 9 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ત્રણ લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ બ્રિજ પર દર વર્ષે ચોમાસામાં મોટા ખાડા પડી જતાં હતા. પરંતુ તંત્ર દ્વારા માત્ર સમારકામ કરીને ચલાવી લેવામાં આવતું હતું. જેના કારણે આજે મોટી દુર્ઘટના સર્જાઇ છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular