Friday, September 26, 2025
HomeBusinessરો સુગર વાયાદામાંથી તેજીવાળાએ લેણના પોટલા છોડી નાખ્યા: ભાવ દબાણમાં

રો સુગર વાયાદામાંથી તેજીવાળાએ લેણના પોટલા છોડી નાખ્યા: ભાવ દબાણમાં

- Advertisement -

ન્યુયોર્ક માર્ચ રો સુગર વાયદાએ ૨૦.૮૧ સેંટની ૧૯ માર્ચ પછીની બોટમ બનાવી

ટૂંકાગાળામાં બ્રાઝિલ ભાવને નીચે જવાનું દબાણ વધારશે

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ભારતમાં ખાંડ (Sugar News) અનામત પુરવઠો વધારવા સરકાર દેશની સુગર મિલો પર બી-હેવી મોલાસીસ અને જ્યુસ/સિરપમાંથી ઇથેનોલ ઉત્પાદન પર નિયંત્રણો મૂકે તેવી સંભાવના, બ્રાઝિલમાં (Brazil) ૨૦૨૪-૨૫માં વિક્રમ સુગર ઉત્પાદન વૃધ્ધિ અને ન્યુયોર્ક રો સુગર વાયાદામાંથી તેજીવાળાએ લેણના પોટલા છોડી નાખતા, છેલ્લા કેટલાય સપ્તાહોથી ભાવ દબાણમાં આવી ગયા છે. આઇસીઇ ન્યુયોર્ક માર્ચ રો સુગર વાયદો ગુરુવારે ઘટીને ૨૦.૮૧ સેંટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ), ૧૯ માર્ચ પછીની બોટમ બનાવી. માર્ચ વ્હાઇટ સુગર વાયદો ૧.૫ ટકા ઘાટને ૬૦૫.૮૦ ડોલર મુકાયો. ટૂંકાગાળામાં બ્રાઝિલ ભાવને નીચે જવાનું દબાણ વધારશે.

શક્ય છે કે જાગતિક મંદીના સંયોગોમાં સુગર આધારિત ઉત્પાદનોની વપરાશી માંગ ઘટે, જે ભાવ પર અસર સ્થાપિત કરશે. અત્યારે સર્વાંગી રીતે જોઈએ તો ભાવ કયા જશે તે કહી ના શકાય. શક્ય છે કે હવામાનમાં અલ-નીનો જેવી ઘટના અને નબળી પુરવઠા સ્થિતિ, ભાવને વર્તમાન સ્તરે જાળવી શકે. પણ બ્રાઝિલમાં વધુ ઉત્પાદન, ભારતની ખાંડ નીતિ, અને સુગરના વૈકલ્પિક ઉત્પાદન ભાવને દબાવી શકે. વધુમાં જાગતિક અર્થતંત્રોની સ્થિતિ પણ મહત્તમ ભૂમિકા ભજવી શકે છે. આ બધુ જોતાં કહી શકાય કે રોકાણકારે હવામાનની ગતિવિધિ, ઉત્પાદનના અંદાજો, સરકારી નીતિઓ, આર્થિક પ્રવાહો, અને સુગરની વૈકલ્પિક સ્વિટનર બજારો પર ધ્યાન રાખવાનું રહેશે. આ બધી ઘટનાઓ ખાંડ બજારના આંતરપ્રવાહોનું નિર્ધારણ કરશે.

- Advertisement -

ભારત છેલ્લા છ વર્ષથી વાર્ષિક સરેરાશ ૬.૮ લાખ ટન નિકાસ કરીને સુગર બજારનો બીજા નંબરનો નિકાસકાર દેશ બન્યો છે. મુંબઈના એક આંતરરાષ્ટ્રીય સુગર ટ્રેડિંગ હાઉસના વેપારી ભારતમાં કહે છે કે સુગરના ભાવ જાગતિક બજાર કરતાં ખૂબ નીચા છે, ત્યારે જો ભારત આયાતકાર બનશે તો, તે સુગર બજાર માટે દુ:ખદ ઘટના ગણાશે. સામાન્ય રીતે ઉધ્યોગ તરફથી સરકાર પાસે નિકાસની માંગ કરવામાં આવતી હોય છે. પણ આ વર્ષે ઉધ્યોગ તરફથી નિકાસ માટે કોઈ આગ્રહ સેવવામાં નથી આવતો. ભારતમાં હાલમાં વ્હાઇટ સુગરનો વેપાર ટન દીઠ રૂ. ૩૯૦૦૦ આસપાસ (૪૬૭.૭૪ ડોલર) છે, તેની તુલનાએ લંડન માર્ચ વાયદો ૬૦૫ ડોલર ક્વોટ થાય છે.

રેટિંગ એજન્સી ક્રિસિલ કહે છે કે કર્ણાટક અને મહારાષ્ટ્રમાં વરસાદની અછતને પગલે ૨૦૨૩-૨૪ (ઓકટોબર ૨૦૨૩ થી સપ્ટેમ્બર ૨૦૨૪)ની મોસમમાં શેરડીનું ઉત્પાદન ૯ ટકા ઘટવાની સંભાવના છે. નબળા ચોમાસાને લીધે શેરડીમાં સુગર યીલ્ડ ઓછું આવવાની સાથે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પીલાણ મિલો મોડી શરૂ થવાને લીધે ઉત્પાદનમાં ઘટાડો થશે. ઇસ્માએ ૨૦૨૩-૨૪ના સુગર ઉત્પાદનનો અંદાજ, ગતવર્ષના ૩૬૯ લાખ ટનથી ૧૦.૭ ટકા ઘટાડીને ૩૩૭ લાખ ટન મૂક્યો છે.

એ સાથે જ ભારતમાં નાગરિકોની વધેલી આવક અને વસ્તી વધારાને પગલે ખાંડ વપરાશ પાંચ ટકા વધીને ૨૯૨ લાખ ટન થવાનું અનુમાન મેઇર કોમોડિટી ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર રાહિલ શેખે મૂક્યું હતું. બ્રાઝિલિયન એજનસી યુનિકાએ ૨૦૨૩-૨૪ મોસમના નવેમ્બર પ્રથમ પખવાડિયાનો સાઉથ સેન્ટ્રલ રાજ્યોનું સુગર ઉત્પાદન, વર્ષાનું વર્ષ ૩૫ ટકા વૃધ્ધિ અંદાજ્યુ છે. થાઇલેન્ડમાં ગંભીર દુષ્કાળને લીધે વર્ષાનું વર્ષ સુગર ઉત્પાદન ૩૬ ટકા ઘટ્યું છે, જે ૧૭ વર્ષમાં સૌથી ઓછું છે.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular