નવજીવન નવી દિલ્હી: શનિવારે આંદોલન સમાપ્ત કર્યા પછી દિલ્હીના સિંઘુ અને ટિકરી સરહદો પર ૧૫ મહિના સુધી આંદોલન કરી રહેલા ખેડૂતો પંજાબ અને હરિયાણામાં તેમના ઘરે પાછા ફરશે. આ સમય દરમિયાન તેઓ વિજય કૂચ કરશે. ખેડૂત આંદોલને કેન્દ્ર સરકારને ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદા પાછા ખેંચવાની ફરજ પાડી હતી. આંદોલન પૂરું થયા બાદ હવે ખેડૂતો સ્થળ પરથી પોતાનું કામચલાઉ આવાસ દૂર કરી રહ્યા છે. આંદોલન દરમિયાન ખેડૂતોને ક્યારેક ‘આતંકવાદી’ અને ક્યારેક ‘ખાલિસ્તાની’ કહેવામાં આવતા હતા, પરંતુ ખેડૂતોએ પોતાના રસ્તાથી ભટક્યા વગર શાંતિપૂર્ણ પ્રદર્શન ચાલુ રાખ્યું અને છેલ્લે સરકારને તેમની સામે ઝુકવું પડ્યું અને કૃષિ કાયદા પાછા ખેંચવા પડ્યા.
સંયુક્ત કિસાન મોરચાએ ગુરુવારે વિરોધ કરી રહેલા ખેડૂતો સામે નોંધાયેલા પોલીસ કેસો પાછા ખેંચવા અને ‘એમએસપી’ સહિતના ખેડૂતોની મુખ્ય પડતર માંગણીઓ સ્વીકારવા માટે કેન્દ્ર સરકાર તરફથી “ઔપચારિક પત્ર” મળ્યા બાદ એક વર્ષથી ચાલી રહેલા તેમના આંદોલનને સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. 40 કિસાન યુનિયનોનું નેતૃત્વ કરી રહેલા સંયુક્ત કિસાન મોરચાએ આંદોલન સ્થગિત કર્યું હતું અને કહ્યું હતું કે ખેડૂતો 11 ડિસેમ્બરેએ “વિજય દિવસ” તરીકે ઉજવણી કરશે, જે પછી તેઓ ઘરે પાછા ફરશે.
મળતી માહિતી મુજબ ટ્રેક્ટરોમાં ઘરે જઈ રહેલા ખેડૂતોને અભિનંદન પાઠવવા માટે હાઇવે પર ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









