ધ્રુવ સોલંકી (નવજીવન ન્યૂઝ. ગાંધીનગર): ગુજરાતમાં નકલીની ભરમાર લાગી હોય તેમ નકલી જજ, નકલી પોલીસ, નકલી વકીલ અને નકલી કચેરી જેવા કિસ્સા આપણે જોયા જ છે. ત્યારે હવે મહેસાણામાં (Mehsana) નકલી દારૂની ફેક્ટરી ઝડપાઇ હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં દારૂબંધીની તો છે જ છતાં દારૂનું (Liquor) બેફામ વેચાણ થાય છે, પણ હવે દારૂ પણ નકલી બનાવવામાં આવી રહ્યો છે. મહેસાણા જિલ્લાના કડીમાં (kadi) ખેતરમાં નકલી દારૂ બનાવતી ફેકટરી ઝડપાઈ છે.
મળતી માહિતી અનુસાર, મહેસાણા જિલ્લાના કડી તાલુકાનાં અચરાસણ ગામના ખેતરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી મળી આવી છે. ખેતરમાં નાની ઓરડીમાં 2 વ્યક્તિઓ નકલી દારુ બનાવાતા હતા. પોલીસે બાતમીના આધારે ફેકટરીમાં દરોડો પડ્યો હતો. જેમાં પોલીસને આલ્કોહોલ અને 100 લીટરથી વધુ નકલી દારૂ મળી આવ્યો છે. સાથે જ નકલી દારૂ ભરેલી બોટલો અને ખાલી બોટલો પણ મળી આવી હતી. હાલ પોલીસે 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે અને આગળની તપાસ શરૂ કરી છે.
તો બીજી તરફ ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં SMC દ્વારા લાખો રૂપિયાની કિંમતનો દારૂ પકડવામાં આવ્યો છે. પ્રાથમિક વિગતો અનુસાર ગાંધીનગરના સેક્ટર 15માં SMCની રેડ દરમિયાન 1 લાખ 49 હજાર રૂપિયાની કિંમતનો 288 બોટલ દારૂ મળી આવ્યો છે. SMCએ બુટલેગર પિન્ટુ ગુલાબસિંહ નામના વ્યક્તિની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપી નરેશ રાવલ ફરાર થઈ ગયો છે. પોલીસે હાલ ફરાર આરોપીને શોધવાની કામગીરી શરૂ કરી છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796