Monday, July 6, 2026
HomeGeneralગુજરાત પોલીસના આ એક જ અધિકારીને કારણે પાકિસ્તાનને રૂ. 3000 કરોડનું નુકસાન...

ગુજરાત પોલીસના આ એક જ અધિકારીને કારણે પાકિસ્તાનને રૂ. 3000 કરોડનું નુકસાન થયું, જાણો કોણ છે આ અધિકારી

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): આપણે ત્યાં બંદુક ચલાવનાર પોલીસ અધિકારીઓને જ બહાદુર પોલીસ અધિકારી માનવામાં આવે છે, પરંતુ બંદુક વગર પણ બહાદુરી થઈ શકે અને આરોપીઓની કમર તોડી શકાય તેવું કામ છેલ્લાં ત્રણ વર્ષથી ગુજરાત એટીએસના ડેપ્યૂટી પોલીસ સુપ્રીટેન્ડન્ટ ભાવેશ રોજીયા કરી રહ્યા છે, 2001ની બેચના પોલીસ અધિકારી ભાવેશ રોજીયાએ ત્રણ વર્ષમાં પાકિસ્તાનથી આવેલા રૂપિયા 3000 કરોડની કિંમતનું નાર્કોટીકસ ઝડપી પાકિસ્તાન ડ્રગ માફિયાઓની કમર તોડી નાખે છે, એક દિવસ પહેલા પકડાયેલુ 280 કરોડનું હેરોઈન પણ ભાવેશ રોજીયાની બાતમીના આધારે પકડવામાં આવ્યું છે.



મૂળ ભાવનગરના વતની અને પોલીસ સબ ઈન્સપેકટર તરીકે ગુજરાત પોલીસમાં જોડાયેલા ભાવેશ રોજીયા વડોદરા ગ્રામ્યમાં ફરજ બજાવતા હતા ત્યારે તેમની કામગીરીને કારણે ભારત સરકારે તેમને શૌર્ય ચંદ્રક પણ એનાયત કર્યો હતો. ગુજરાત પોલીસના બહુ ઓછા અધિકારીને શૌર્ય ચંદ્રક દ્વારા સન્માનીત કરવામાં આવ્યા છે તે પૈકીના એક રોજીયા પણ છે. ખેડા તેમજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવી ચુકેલા ભાવેશ રોજીયા છેલ્લાં સાડા ચાર વર્ષથી ગુજરાત એટીએસમાં કાર્યરત છે. ભાવેશ રોજીયાનો લાંબો કાર્યકાળ આઈપીએસ અધિકારી હિમાંશુ શુકલ સાથે પસાર થયો છે. વડોદરા ગ્રામ્ય, ખેડા અને અમદાવાદ ક્રાઈમ પછી હિમાંશુ શુકલ એટીએસમાં આવ્યા પછી ભાવેશ રોજીયા તેમના પડછાયાની જેમ તેમની સાથે રહ્યા હતા. હવે તેઓ ડીઆઈજી દીપેન ભદ્રન સાથે કામ કરી રહ્યા છે.



મૃદુભાષી, પ્રસિધ્ધીથી દુર રહેવાનો પ્રયાસ કરનાર ભાવેશ રોજીયાનું ઈન્ફરમર નેટવર્ક ખુબ પાવરફુલ છે, જેના કારણે હિમાંશુ શુકલ એટીએસમાં આવ્યા પછી નિર્જીવ ગણાતી એજન્સીમાં પ્રાણ ફૂંકનાર અધિકારીઓ પૈકીના તેઓ એક છે, ભારતીયી સીમાં છુપાયેલા ગુનેગારોને શોધી કાઢવાની સાથે ભારતની બહારથી પણ ગુનાઈત પ્રવૃત્તી કરનાર ગુનેગારો ઉપર તેમની નજર હોય છે, ગુજરાતમાં અને ગુજરાતની સીમાઓનો ઉપયોગ કરી ભારતમાં દાખલ થઈ રહેલા નાર્કોટીકસને રોકવામાં તેમની માહિતી બહુ અગત્યની સાબીત થઈ છે. હમણાં સુધી એક માત્ર ભાવેશ રોજીયાની માહિતીને કારણે 3000 કરોડનું ડ્રગ પકડાયું છે.

અત્રે ઉલ્લેખનિય છે આ પ્રકારની કામગીરી કરનાર પોલીસ અધિકારીઓને વન સ્ટેપ પ્રમોશનની યોજના ગુજરાત સરકારની હતી, વર્ષો પહેલા આ યોજના અંતગર્ત પોલીસ સબ ઈન્સપેકટર તરૂણ બારોટ સહિત અનેક પોલીસ અધિકારીઓને તેમની ઉતકૃષ્ટ કામગીરી માટે આઉટ ઓફ ટર્ન બઢતી આપવામાં આવી હતી પણ લાંબા સમયથી આ પ્રકારની કદર કોઈ અધિકારી થઈ નથી. સૌથી છેલ્લે 2008ના બોમ્બ ધડાકાની કામગીરીને કારણે હેડ કોન્ટસેબલ દિલીપ ઠાકોરને પીએસઆઈ તરીકે બઢતી આપવાની હિમાંશુ શુકલની દરખાસ્તને ડીજીપી અને ગુજરાત સરકાર બહાલી આપી બઢતી આપી હતી.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular