તુષાર બસિયા/દેવલ જાદવ (નવજીવન ન્યૂઝ રાજકોટ): વિશ્વના જુગારીઓ માટે ગુજરાતમાં હાલ જાણે લાલ જાજમ પથરાઈ હોય તેવી અનુભુતી તમને થશે ક્યારે? જ્યારે તમે આવા સટ્ટોડીયાઓની જાહેરાત અખબારના પહેલા પાને વાંચી શકો, અને આવું ખરેખરમાં ગુજરાતમાં બનવા લાગ્યું છે, પહેલા ‘મહાદેવ બુક’ અને બાદમાં ‘હાઉઝેટ’ નામથી ઓનલાઈટ ક્રિકેટ આઈ.ડી.ની જાહેરાત જોવા મળી રહી છે એ પણ ગુજરાતના પ્રથમ હરોળના જાણિતા અખબારમાં. આ જાહેરાત ઓનલાઈન જુગારની છે તેવું જો પોલીસ અને સરકારને ન સમજાતું હોય તો તેમની કાર્યદક્ષતા પર સ્વાભાવિક રીતે સવાલ પેદા થાય, પરંતુ સતત અહેવાલો પ્રસિધ્ધ કરી જુગારના ગોરખધંધા અને તેની જાહેરાતને ઉઘાડી પાડવા છતાં પણ કાર્યવાહી ન કરવી તે શું સુચવે છે તે હવે પ્રજા એ નક્કી કરવું જોઈએ.
નવજીવનનું ઈન્વેસ્ટીગેશન સફળતા તરફ
ઓનલાઈન જુગાર રમાડતા સટ્ટોડિયાઓની આ જાહેરાત મામલે નવજીવન ન્યૂઝે સતત ઈન્વેસ્ટીગેશન કરી અહેવાલ પ્રસિધ્ધ કર્યા છે. આ મામલે અમદાવાદ પોલીસના કેટલાક અધિકારીઓ પત્રકારને આ સંદર્ભમાં જવાબ આપવાથી રીતસર અંતર કરવા લાગ્યા હતા, છત્તા નવજીવન ન્યૂઝે સતત ઈન્વેસ્ટીગેશન કરી આ જુગાર અને ગોરખધંધો ગેરકાયદેસર જ છે અને જાહેરાત કરવી તે પણ ખોટું છે તે મામલે તપાસ શરૂ રાખી હતી અને સફળતા મળતી જણાય છે.
પોલીસ જેની શોધમાં છે એ અખબારમાં જાહેરાત છપાવે છે, બિન્દાસ્ત!
ગત રવિવારે તારીખ 24 એપ્રિલના રોજ વિખ્યાત અખબારમાં ‘હાઉઝેટ HOWZATT’ નામથી એક જાહેરાત પ્રસિધ્ધ થઈ હતી. આ જાહેરાત મામલે સુત્રોને કામે લગાવી તપાસ કરતા માહિતી મળે છે કે આ ખરેખર જુગારનો ધંધો છે. સાથે જ મોટી માહિતી મળી હતી કે, રાજકોટ શહેર પોલીસના ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશને જુગારધારાની કલમ હેઠળ એક ગુનો નોંધાયો છે. આ ગુનામાં આરોપી પાસેથી એક ઓનલાઈન આઈ.ડી. મળી આવ્યું હતું. તે આઈ.ડી. પણ આ જાહેરાત સાથે જ સંકળાયેલું છે.
શું પોલીસ તમારો આરોપી જાહેરાત કરે છે ?
નવજીવનના પત્રકારે શોધી કાઢ્યું છે કે, ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશન ખાતે જે આઈ.ડી. પર જુગારધારાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે તે ફરિયાદમાં જણાવેલું આઈ.ડી. અખબારમાં જાહેરાત કરનાર પોતે પણ આપી રહ્યો છે. આ મામલે ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશનના પી.આઈ. ચાવડા સાથે વાત કરતા તેઓ પાસે આરોપી જે આઈ.ડી. ઉપયોગ કરતો હતો તે કોણ છે તે જાણી શકાયું નથી, પરંતુ આરોપીએ જે એકાઉન્ટમાં નાણાકીય વ્યવહાર કર્યા તેની માહિતી મેળવી તપાસ કરી રહ્યાં છીએ અને આરોપીનો મોબાઈલ એફ.એસ.એલ.માં મોકલ્યાનું જણાવ્યું હતું.
પહેલા મહાદેવ બુક અને હવે HOWZATT !
મહાદેવ બુક નામથી ક્રિકેટની ઓનલાઈન આઈ.ડી. મેળવવાની જાહેરાત ગુજરાતના વિખ્યાત અખબારે તારીખ 5, 9 અને 10 એપ્રિલના રોજ પ્રસિધ્ધ કરેલી છે. બાદમાં હાઉઝેટ નામની એક ક્રિકેટ ઓનલાઈન આઈ.ડી મેળવવાની જાહેરાત એ જ અખબારે તારીખ 24 એપ્રિલ 2022ના રોજ પ્રસિધ્ધ કરી છે. આ જાહેરાતો કરાવનાર મહાદેવ બુક અને હાઉઝેટ જુગાર જ રમાડે છે તેની માહિતી પણ અહેવાલ મારફતે નવજીવન આપી ચૂક્યું છે.
PIB તો કહે છે IPC મુજબ ફરિયાદ થાય, તો પોલીસ કોની રાહમાં ?
આ મામલે પત્રકાર દ્વારા પી.આઈ.બી. (પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો)ના ધીરજ કાકડીયા સાથે ટેલિફોનીક સંપર્ક કરી સવાલ પુછવામાં આવ્યો હતો કે, આ પ્રકારની જાહેરાત આપવી કાયદેસર છે કે કેમ ? જેના જવાબમાં ધીરજ કાકડીયા જણાવે છે કે, ‘આ ખોટું છે અને જાહેરાત કરનાર વિરૂધ્ધ IPC હેઠળ પોલીસ ફરિયાદ દાખલ થઈ શકે છે.’ અત્રે ઉલ્લેખનીય છે કે જાહેરાત કરનાર અને જાહેરાત આપનાર સુધી પોલીસ તંત્ર પહોંચે તો મોટા પાયે જુગારનો પર્દાફાશ થઈ શકે છે.
શું કહે છે રાજકોટ શહેર પોલીસના DCP ?
આ મામલે રાજકોટ ડી.સી.પી. ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ સાથે વાત કરી આ જાહેરાત પ્રસિધ્ધ કરવી કાયદેસર છે કે કેમ ? આ સવાલ પુછતા તેમણે આ અંગે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો જ જવાબ આપી શકે તેમ જણાવ્યું હતું. પરંતુ આ જાહેરાત કરનારનો ધંધો કાયદેસર છે કે કેમ ? પરંતુ ફરી પાર્થરાજસિહં સાથે વાત કરતા તેઓ જણાવે છે કે તેઓ એ સાયબર ક્રાઈમમાં મેટર મોકલી છે. જવાબ મળ્યે તેઓ આ મામલે જવાબ આપી શકે છે.
જો હજુ પણ પોલીસ અને રાજ્ય સરકારની આંખ ન ઉઘડતી હોય અને પોલીસને તપાસમાં આગળના નામ ન મળતા હોય તો કાર્યવાહી ન થઈ શકે તે વાત સ્પષ્ટ છે. જોવું રહ્યું કે રાજ્ય સરકાર અને પોલીસ ઓનલાઈન જુગાર મામલે કાર્યવાહી કરી તેને અટકાવવા પ્રયાસ કરે છે કે કેમ?
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











