નવજીવન.અમદાવાદઃ કોરાના રોકવા સરકારના તમામ પ્રયત્ન ત્યાં સુધી ટુંકા પડશે જયાં સુધી તમામ માણસોને તેની ગંભીરતા સમજાશે નહીં, કોરાનાના ડર વચ્ચે પણ માણસે ધંધો રોજગાર તો કરવો પડશે પણ કેટલાંક પ્રસંગ ટાળી શકાય તેવા હોય છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક પરિવારે પોતાના પાળતુ કુતરાનો જન્મ દિવસ ઉજવવાનું આયોજન કર્યું અને એક પાર્ટી પ્લોટમાં રૂપિયા સાત લાખ ખર્ચી પાર્ટી અને સંગીત સંધ્યાનું આયોજન કર્યું. આ વખતે ત્યાંથી પસાર થઈ રહેલી પોલીસ પાર્ટી પ્લોટની બહાર જે કુતરાનો જન્મ દિવસ હતો તેના બોર્ડ જોઈ આશ્ચર્ય થયું, પોલીસ આ મામલે ત્રણ વ્યકિતની ધરપકડ કરી પાર્ટી બંધ કરાવી હતી.

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા મધુવન ગ્રીન પાર્ટી પ્લોટ પાસેથી નિકોલ પોલીસની પેટ્રોલીંગ પાર્ટી પસાર થઈ રહી હતી ત્યારે પોલીસને સંગીતનો અવાજ સંભળતા પોલીસના વાહનો અટકી ગયા હતા. પોલીસ ત્યાં જઈ તપાસ કરતા પાર્ટી પ્લોટમાં લોકો સંગીતના તાલે ઝુમી રહ્યા હતા અને તેમણે માસ્ક પણ પહેર્યા ન્હોતા, મોટી સંખ્યામાં એકત્રીત લોકોનેને જોઈ પોલીસ પુછુપરછ કરતા જાણકારી મળી કે કુષ્ણનગરમાં રહેતા ચિરાગ મિનેશ પટેલ પામોરીયન ડૉગ એબીનો જન્મ દિવસ હોવાને કારણે તેમણે મિત્રો અને પરિવારના સભ્યોને બોલાવી પાર્ટીનું આયોજન કર્યું છે, આ પાર્ટી માટે અંદાજે સાત લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

પોલીસે પાર્ટીના પ્રવેશ દ્વારા ઉપર ડૉગ એબીની વિવિધ તસવીરો પણ જોઈ, પોલીસ પાર્ટીએ આ મામલે નિકોલના પોલીસ ઈન્સપેકટર વી ડી ઝાલાને જાણ કરતા તેમણે પાર્ટીના આયોજકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી તેમની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો, જેના આધારે પોલીસે ચિરાગ મિનેશ પટેલ, ઉર્વિશ પટેલ, દિવ્યેશ મહેરીયાની ધરપકડ કરી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












