નવજીવન ન્યૂઝ. અમદાવાદ: આગામી દિવસોમાં ધિરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના પ્રવાસે (Dhirendra Shastri Gujarat Visit) આવી રહ્યા છે. ગુજરાતમાં તેમના ત્રણ મુખ્ય શહેરોમાં દરબાર યોજાવાના છે, જેને લઈ બાબાને પ્રવાસ પહેલા જ એક બાદ એક પડકારો મળી છે. રાજકોટ, અમદાવાદ અને સુરત ત્રણેય જિલ્લાઓમાંથી ધીરેન્દ્ર શાસ્ત્રીને (Dhirendra Krishna Shastri) અલગ-અલગ પડકારો મળી ચૂક્યા છે. હવે જોવાનું એ રહ્યું કે, ધિરેન્દ્ર શાસ્ત્રી લોકોના પડકારો સ્વીકારશે કે નહીં તેના પર લોકોની મીટ મંડાઈ છે. ધિરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાતમાં પ્રવાસને લઈ ગુજરાતનું રાજકરણ (Gujarat Politics) પણ ગરમાયુ છે. જ્યાં ફરી એકવાર કોંગ્રેસ-ભાજપ સામ-સામે જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : ગુજરાત પ્રવાસ પહેલા ધિરેન્દ્ર શાસ્ત્રી વિવાદમાં, રાજકોટમાં એક યુવતીએ બાબા પર કર્યા આક્ષેપો
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી (Congress Leader Manish Doshi) દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીના પ્રવાસને લઈ પ્રતિક્રિયા આપી ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યા છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, “ચૂંટણી નજીક આવતા ભાજપ બાબાને મહોરું બનાવી પ્રચાર કરી રહી છે. ભાજપ બાબાને લાવી લોકોને મૂળ મુદ્દા પરથી ભટકાવી રહી છે અને ધર્મના નામે મતની ખેતી કરી રહી છે.” મનીષ દોશીએ ધીરેન્દ્ર શાસ્ત્રીને અલગ-અલગ પડકારો ફેંક્યા છે. જેમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને ન્યાય આપે. ગુજરાતમાં કરોડો રૂપિયાનો દારૂ ઠલવાય છે. કરોડો રૂપિયાનો ડ્રગ્સ આવી રહ્યો છે. જો બાબા ખરેખર દિવ્ય દૃષ્ટા છે, તો આ ક્યાંથી આવે છે અને કોના આશીર્વાદથી આવે છે તે જણાવે. ગુજરાતમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટચાર ખુલ્લો પડી રહ્યો છે. ખાણ ખનીજથી માંડી નલ સે જલ યોજનામાં થતા ભ્રષ્ટાચારમાં કોની-કોની સંડોવણી છે તે ખુલ્લા પાડે અને લોકોના હિતમાં કામ કરે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ગુજરાતમાં અવાર-નવાર તૂટતા ઓવરબ્રિજો છે, કોણ સિમેન્ટ સગવગે કરી જાય છે, ટેન્ડરના નાણાં કોણ સગવગે કરી જાય છે. અનેક બ્રિજ તૂટી રહ્યા છે. જે ગુજરાતની જનતાના જાનમાલનો પ્રશ્ન છે તે ભ્રષ્ટાચાર વિશે જણાવે. દિવસને દિવસે મોઘવારી વધી રહી છે. શું મહિલાઓને બાબા મોંઘવારીથી મુક્તિ આપવશે. ફિક્સ પગારમાં લાખો યુવાનો કામ કરી રહ્યા છે. ગુજરાતમાં આઉટ સોર્સિંગના કોન્ટ્રક્ટના નામે યુવાનોનું આર્થિક શોષણ થાય છે, કંપનીઓ કરોડો રૂપિયા સગેવગે કરે છે. બાબા એ પણ જણાવે કોણ રૂપિયા સગવગે કરનારા છે. ગુજરાતમાં ગૌચર સગેવગે કરનારા ભૂમાફિયા ક્યારે જમીન પરત કરશે તે પણ બાબા જણાવે. હાલ જે દેશમાં ઠગાઈ ચાલી રહી છે, તેની પાછળ માસ્ટર માઈન્ડ કોણ છે તે બાબા પોતાની દિવ્ય શક્તિથી કહી દે.
મનીષ દોષીએ જણાવ્યું હતું કે, “મહિલા, યુવાન અને ખેડૂતોના પ્રશ્નને પોતાની દિવ્ય દૃષ્ટિથી જુએ, સમજે અને ન્યાય આપે તેવુ હું અરજી લગાવુ છું. લોકસભાની ચૂંટણી દરમિયાન રામદેવ બાબાએ કહ્યું હતું કે, આપણને 40 રૂપિયા લીટર પેટ્રોલ-ડિઝલ મળશે પણ બાબા હવે ગાયબ થઈ ગયા છે અને કરોડો રૂપિયાના આસમી બની ગયા છે. દેશની જનતા સાથે આસ્થાના નામે ભાજપ રમત રમી રહી હોવાના મનીષ દોશીએ આરોપ કર્યા છે.”
TAG: Baba Bageshwar dham, Dhirendra Krishna Shastri Gujarat Visit News Today
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








