પ્રશાંત દયાળ (ભાગ 45 દીવાલ) : કોર્ટમાં લંબાણપુર્વક દલીલો Arguments થઈ, પબ્લીક પ્રોસીક્યૂટરે આરોપોની ગંભીરતાપુર્વક દલીલો Arguments કરી હતી, આતંકીઓ પાસે વકીલોની ફોજ હતી. એક એક આતંકી માટે બે બે વકીલો Lawyer આવ્યા હતા. તેમની દલીલ હતી કે તેમના અસીલો નિદોર્ષ છે, તેમનો ગુનો એટલો જ છે કે તેઓ મુસ્લિમ Muslim હોવાને કારણે તેમને આરોપી બનાવવામાં આવ્યા છે. પોલીસ પોતાની રીમાન્ડ Remand અરજી દરમિયાન એક પણ પુરાવા આપી શકી નથી કે જેના દ્વારા તેમના અસીલ ઉપર પ્રથમ દ્રષ્ટીએ કોઈ ગુનો બનતો હોય. તેમના અસીલ ઈસ્લામમાં ભરોસો કરનાર અને અલ્લાહનો ડર રાખનારા છે, તેથી પોલીસે માંગેલી રીમાન્ડ Remand અરજી રદ કરી, તેમના અસીલોને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દેવા જોઈએ.
દરેક દલીલ વખત સિન્હા Sinha નો જીવ અધ્ધર તાળવે ચોટી જતો હતો. સરકારી વકીલ દર વખતની જેમ જુની પુરાણી દલીલો Arguments કરી રહ્યા હતા, સરકારી વકીલની દલિલમાં કોઈ દમ ન્હોતો. સિન્હા Sinha વિચારી રહ્યા હતા કે જો તે પોતે જજ Judge હોય તો પોલીસની રીમાન્ડ અરજી ફગાવી દે, સિન્હા Sinha જાડેજા Jadeja દ્વારા સરકારી વકીલને સૂચના મોકલાવતા હતા કે કઈ દલિલ કરવી જોઈએ, તો પણ સરકારી વકીલમાં મીઠુ જ ન્હોતુ. દલિલો પુરી થઈ એટલે જજ Judge કહ્યું 15 મિનિટ પછી તે પોતાનો ચુકાદો કહેશે. જજે ઊભા થતા પહેલા પુછયું આરોપીઓને કઈ કહેવું છે, છ આંતકીઓ ઊભા થયા તેમણે ડીસીપી DCP સામે જોયું અને પછી કહ્યું કઈ કહેવું નથી, પણ સિન્હા Sinha ના આશ્ચર્ય વચ્ચે આતંકીઓનો એક વકીલ ઊભો થયો અને તેણે કહ્યું નામદાર કોર્ટ સામે મારી વિનંતી છે કે અમારા અસીલોએ ક્રાઈમ બ્રાન્ચ Crime Branch દ્વારા માર મારવામાં આવ્યો છે તેવી અરજી કરી છે તે પરત ખેંચવા માગીએ છીએ. કોર્ટે તેને મંજુરી આપી. જજ Judge ચેમ્બરમાં જાય તે પહેલા ડીસીપી સિન્હા DCP Sinha ઊભા થયા અને તેમણે હાથ ઉંચો કરી કોર્ટનું ધ્યાન પોતાની તરફ દોર્યું જજ Judge તેમની સામે જોતા તેમણે પોતાના બે હાથ પાછળ ખેંચી સલામ કરી અને એક કવર બેંચ કલાર્કને આપતા કહ્યું સર કેસ ડાયરી છે, વિનંતી છે કે રીમાન્ડ Remand અરજી ઉપર ચુકાદો આપતા પહેલા આ મુદ્દાને ધ્યાનમાં લેવામાં આવે.
15 મિનિટ પછી જજ Judge અને તેમનો સ્ટેનોગ્રાફર ચેમ્બરમાંથી બહાર આવ્યા, કોર્ટમાં નિરવ શાંતિ છવાઈ ગઈ, જજ Judge પહેલા તમામ આરોપીઓ સામે જોયું, પછી તેમના વકીલો સામે અને છેલ્લે સિન્હા Sinha સામે જોતા પોતાનો ચુકાદો વાંચતા ચુકાદો આપતા કહ્યું કે, મેં આરોપીઓના વકીલની દલીલની સાંભળી છે, તેમણે પોતાના બચાવમાં કહેલા મુદ્દાઓને મેં ધ્યાન ઉપર લીધા છે, મેં સરકારી વકીલની રીમાન્ડની માગણી કરી અરજી અને તેમની દલીલો Arguments નોંધી છે અને આ કેસની તપાસ કરનાર ઈન્વેસ્ટીગેશન ઓફિસર ડીસીપી સિન્હા Sinha ની કેસ ડાયરી પણ જોઈએ છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લેતા કોર્ટ આવા નિર્ણય ઉપર આવી છે કે ગુના ગંભીરતાને ધ્યાનમાં લેતા તમામ આરોપીઓની પોલીસ પુછપરછ જરૂરી છે, જેના કારણે હું તમામ આરોપીઓને 14 દિવસના પોલીસ રીમાન્ડ ઉપર સોંપવાનો હુકમ કરૂ છું.
જજે સિન્હા Sinha સામે જોયું, તેમણે પાંપણો નમાવી કોર્ટનો આભાર માન્યો, જજે Judge કહ્યું હું ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ને તાકીદ કરૂ છું કે પોલીસ રીમાન્ડ દરમિયાન સુપ્રીમ કોર્ટ Superme ના જસ્ટીશ બાસુએ આપેલી માર્ગદર્શીકાનો પોલીસ ખ્યાલ રાખે, આરોપીઓની નિયમિત મેડીકલ તપાસ થાય અને દર 4 દિવસે આરોપીઓને તેમના વકીલ Lawyer મળી શકશે. આતંકીઓ તેમના વકીલ સામે જોવા લાગ્યા એક વકીલ Lawyer ધીમા અવાજે બોલ્યો ચિંતા મત કરો હમ સેશન્સ કોર્ટ જાયેંગે. આરોપીઓને કોર્ટમાં લાવતી વખતે જે સ્થિતિ સર્જાઈ હતી તેવી ફરી થાય નહીં તે માટે સિન્હા Sinha એ વધુ ફોર્સ મંગાવી આખી કોર્ટમાંથી તમામ લોકોને બહાર કઢાવી મુકયા હતા, રીમાન્ડનો ઓર્ડર થતાં પોલીસ તેમને લઈ ક્રાઈમ બ્રાન્ચ Crime Branch પહોંચી ત્યારે સાંજના 5 વાગી રહ્યા હતા. ડીસીપી સિન્હા DCP Sinha પોતાની ચેમ્બરમાં ગયા અને આંખો બંધ કરી પોતાની ખુરશી ઉપર માથુ પાછળની તરફ ટેકવી 15 મિનિટ બેસી રહ્યા, તેમણે આંખ ખોલી અને બારી તરફ જોયું તો અંધારૂ થવા આવ્યું હતું, કામ શરૂ કરતા પહેલા તેમણે પોતાના ઘરે ફોન કરી પત્ની અને દિકરી સાથે વાત કરી લીધી અને પત્નીને સૂચના આપી કે તે ગાડી મોકલે છે, ટીફીન મોકલી આપે કારણ આજે રાત્રે તે ઘરે આવી શકે તેમ નથી. ત્યાર પછી તેમણે કોફી મંગાવી અને કોફી પુરી થયા પછી સીગરેટ Cigarettes નો કશ મારતા મારતા વિચારોમાં ખોવાઈ ગયા. સામાન્ય રીતે તેઓ આખી સીગરેટ ક્યારેય પીતા ન્હોતા, પણ આજે વિચારોમાં હતા ત્યારે સીગરેટ Cigarettes પુરી થઈ ગઈ તેની તેમને ખબર જ રહી નહીં.
તેમણે બેલ મારી જાડેજાને બોલાવવાનું કહ્યું જાડેજા Jadeja આવતા તેમણે જાડેજા Jadeja સામે જોયું અને હસ્યા અને કહ્યું જાડેજા Jadeja હવે આપણે કામ શરૂ કરીશુ, હવે જ ખરૂ કામ કરવાનું છે, જાડેજા Jadeja એ જી સર કહ્યું. તેમને યાદ આવ્યું હોય તેમ તેમણે કહ્યું મેં ટીફીન મંગાવી લીધુ છે, પછી હસ્યા અને કહ્યું મારા કારણે તમે ભુખ્યા રહી જાવ છો કેમ, આજે મારી સાથે જમી લેજો. જાડેજા Jadeja પણ આજે ટીખળના મુડમાં હતા, તેમણે કહ્યું ના સર આજે તો મેં પણ ગાડી મોકલી ટીફીન મંગાવી લીધુ અને કહ્યું છે કે હવે રોજ બપોર અને રાતનું ટીફીન મોકલી જ આપજો, મારી પત્નીએ કહ્યુ ટીફીન નહીં કપડાં પણ મોકલી આપીશ ત્યાં જ રહેજો. સિન્હા Sinha જાડેજા Jadeja ની વાત સાંભળી હસવા લાગ્યા અને કહ્યું સાલી પુલીસ કી નોકરી જ ઐસી હૈ. સિન્હા Sinha પોતાની ખુરશીમાં કડક થયા અને જાડેજા Jadeja સબ કો ઉપર કે હોલ મેં લેકર આઓ બાત કરની હોગી, મહેમાનો કા પરિચય તો હો જાય. જાડેજા Jadeja સર કહી બહાર નિકળ્યા. 5-7 મિનિટ પછી સિન્હા Sinha પોતાની ખુરશીમાંથી ઉપરના માળે આવેલા હોલમાં જવા ઊભા થયા અને ચેમ્બરની બહાર નિકળતી વખતે ખુણામાં પડેલી સીસમની લાઠી તરફ તેમની નજર ગઈ, તે પાછા આવ્યા હાથમાં લાઠી લીધી. તેની મજબુતાઈ તપાસી, કઈક વિચાર કર્યો અને પાછી લાઠી તેની જગ્યાએ મુકી ઉપરના માળે પહોંચી ગયા.
સિન્હા Sinha ઉપરના માળે ગયા ત્યારે છ આતંકી લાઈનમાં ઊભા હતા, સિન્હા Sinha આવતા તરત એક પોલીસવાળો ખુરશી લઈ આવ્યો અને આતંકીઓ ઊભા હતા તેમનાથી 5-7 ફુટ દુર બરોબર વચ્ચે ખુરશી મુકી સિન્હા Sinha ત્યાં આવી બેઠા. આતંકીઓની ચારે તરફ પોલીસના માણસો ઊભા હતા, આતંકીઓના હાથમાં હાથકડી હતી, સિન્હા Sinha એ પહેલા બધાના ચહેરા ધ્યાનથી જોયા અને પછી જાડેજા સામે જોતા કહ્યું ઈનકે હાથ ખોલ દો, તરત એક કોન્સટેબલ આગળ આવ્યો અને એક પછી એક આંતકીઓના હાથની કડીઓ ખોલી નાખી, સવારથી હાથમાં કડીઓ હતી જેના કારણે કાંડામાં દુઃખાવો થતો હોય તેમ બધા પોતાના કાંડાઓને પંપાળવા લાગ્યા, એક કોન્સટેબલ Constable સિન્હા DCP Sinha પાસે લાઠી મુકવા આવ્યા. સિન્હા Sinha એ તેની સામે જોયુ અને પછી આતંકીઓ સામે જોતા કહ્યું મુઝે લગતા હૈ, અભી ઈસકી જરૂરત નહીં પડેગી, લે જાઓ. કોન્સટેબલ લાઠી લઈ જતો રહ્યો હતો. ડીસીપી DCP એ કહ્યું પહેલે મેં અપના પરિચય દે દુ, મેં ડીસીપી હરીશ સિન્હા DCP Harish Sinha હું, આપ કે કેસ કા ઈન્વેસ્ટીગેશન ઓફિસર હું, પછી યાદ કરી કહ્યું બીસ બ્લાસ્ટ હે, સભી કેસ મેં આપકા રીમાન્ડ તો મીલેગા યાની આપ હમારે 7 – 8 મહિને તક કે મહેમાન રહેંગે, પછી હસ્યા. મુઝે લગતા આપ કો હમારે સાથ દોસ્તી કર લેની ચાહીયે, પણ છએ આતંકીના ચહેરા ઉપર કોઈ ફેરફાર થયો નહીં.
(ક્રમશ:)
PART – 44 | DCP સિન્હા તમામને એક જ સવાલ પુછતા હતા પણ બધાનો એક જ જવાબ હતો અમે કઈ જાણતા નથી
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.