Saturday, August 22, 2026
HomeSeriesDeewal SeriesDCP સિન્હા તમામને એક જ સવાલ પુછતા હતા પણ બધાનો એક જ...

DCP સિન્હા તમામને એક જ સવાલ પુછતા હતા પણ બધાનો એક જ જવાબ હતો અમે કઈ જાણતા નથી

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગઃ44 દીવાલ) : ડીસીપી સિન્હા DCP Sinha ની એક આદત હતી, જ્યારે તેઓ કોઈ કામ વ્યવસ્થીત રીતે કરવા માગતા હોય ત્યારે તેઓ કાગળ પેન લઈ એક એક મુદ્દાઓ નોંધી લેતા હતા. સિન્હા Sinha યાદ કરી રહ્યા હતા કે, બ્લાસ્ટ Blast થયો તે દિવસથી લઈ હમણાં સુધી કઈ કઈ માહિતી તેમની નોટિસ ઉપર આવી હતી. તેમણે યાદ કરી પહેલા તે મુદ્દા કાગળ ઉપર નોંધ્યા, ત્યાર બાદ તેમને પહેલી ટીપ રીઝવાન Rizwan તરફથી મળી હતી. રીઝવાને Rizwan શું કહ્યું તે યાદ કરી તેમણે કઈક નોંધ્યુ ત્યાર બાદ, યાકુબનગર Yakubnagar અને ફિરોઝચાચા Firozchacha ને યાદ કર્યા તેમના અંગે કયા પ્રશ્નો પુછવાના છે તેમણે તેમની નોંધ કરી, ત્યારે નસીરૂઉદ્દીન Naseeruddin નું નામ પણ યાદ આવ્યું તેના અંગે કઈ જાણકારી લેવાની છે તેની પણ નોંધ કરી. 3 ટીમે આ છ આતંકીઓ પ્લેનમાં અમદાવાદ Ahmedabad લાવતા પહેલા સાંજે સ્થાનિક કોર્ટ Court માં રજુ કરી ટ્રાન્ઝીકટ રીમાન્ડ Transit remand લીધા હતા.



સિન્હા Sinha ના પ્લાનીંગ પ્રમાણે હજી સાંજ સુધી તેમની પાસે સમય હતો. ડીસીપી DCP એ 6 આતંકીઓને વ્યકિગત મળી, એક એક સાથે વાત કરવા માગતા હતા. ડીસીપી DCP ને ખબર હતી કે આ માર ખાધા વગર બોલશે નહીં તેમ છતાં એક વખત વ્યકિતગત વાત કરી લઈએ તો કોણ કેટલા પાણીમાં છે તેનો અંદાજ આવી જાય. ડીસીપી DCP એ હજી નક્કી જ કર્યું કે એક પછી એક આતંકીઓને બોલાવીએ ત્યાં જ ઈન્સપેકટર જાડેજા PI Jadeja હાફળા-ફાફળા ડીસીપી DCP ની ચેમ્બરમાં દાખલ થયા. ડીસીપી DCP એ તેમની સામે જોયું, DCP કઈ પુછે તે પહેલા જાડેજા Jadeja એ કહ્યું સર મેં પબ્લીક પ્રોસીકયુટર સાથે વાત કરી, તેમણે મને કહ્યું આ લોકોના વકિલો advocates એ કોર્ટમાં ફરિયાદ કરી છે કે ક્રાઈમ બ્રાન્ચ Crime Branch તેમના અસીલો સાથે મારઝુડ કરે છે અને તેમનું એન્કાઉન્ટર Encounter થઈ જવાનો ડર છે. સર કોર્ટે આપણને નોટિસ કાઢી બે વાગે કોર્ટમાં હાજર રહેવાનું કહ્યું છે. સિન્હા Sinha એ ગુસ્સામાં આવી ટેબલ ઉપર હાથ પછાડયો અને ઊભા થઈ ગયા. તેમના મોંઢામાંથી મા.. એક ગાળ નિકળી ગઈ, તેમણે જાડેજા Jadeja ને પુછયું જાડેજા Jadeja તમે તેમને માર્યા છે, જાડેજા Jadeja એ ના પાડી, જાડેજા, મેં તેમને માર્યા છે, જાડેજા Jadeja એ નકારમાં માથુ હલાવ્યુ તો પણ સાલા જુઠ્ઠાની ઓલાદો આપણી સામે ખોટી ફરિયાદો કરે છે.

સિન્હા Sinha ગુસ્સામાં આવે એટલે ચેમ્બરમાં આટા મારવા લાગે અને ક્યારેક સીગરેટ Cigarettes પણ પીવા લાગે, આજે સિન્હા Sinha તેવું જ કરી રહ્યા હતા, એકદમ સિન્હા Sinha ઊભા રહી ગયા અને તેમણે જાડેજા Jadeja ને કહ્યું તેમણે આપણી સામે માર મારવાની ફરિયાદ કરી છેને એક કામ કરો, તેમને હવે બહાર કાઢો, પાછી ગાળ નિકળી હવે તો તેમને મારવા જ પડશે. કોર્ટને જે તોડવુ હોય તે તોડી લે. જાડેજા Jadeja ડરી ગયા, તેમણે સિન્હા Sinha ને સમજાવવાનો પ્રયત્ન કર્યો સર તેવું કરવાની જરૂર નથી. તેમણે આપણને ઉશ્કેરવા માટે જ ખોટી ફરિયાદ કરી છે, આપણે કોઈ ભુલ કરીએ તેવું તેઓ ઈચ્છે છે. સર, એક વખત રીમાન્ડ Remand મળે પછી તેઓ આપણી પાસે જ રહેવાના છેને.. સિન્હા Sinha વિચાર કરવા લાગ્યા, તેમને જાડેજા Jadeja ની વાત સાચી લાગી, 6તાં તેમના રાઉન્ડ મારવાના ચાલુ હતા.



થોડીવાર પછી તેઓ પોતાની ખુરશીમાં બેઠા સીગરેટ Cigarettes હાથમાં લીધી પણ સળગાવી નહીં, તેમણે જાડેજા Jadeja ને કહ્યું એક કામ કરો, હવે તેમને અને તેમના વકિલો Lawyer ને આપણે કાયદો શીખવાડવો પડશે, બ્લાસ્ટના કેસ Blast Case ની કેટલી FIR થઈ છે, જાડેજા Jadeja એ કહ્યું સર 20 સિન્હા Sinha એ કહ્યું એક કામ કરો દરેક FIR ના અલગ અલગ રીમાન્ડ માગો, આજે તમે ખાડીયાથી શરૂ કરો, તમે રીમાન્ડ અરજી તૈયાર કરો, આપણે 2 વાગ્યા પહેલા તેમને કોર્ટમાં રજુ કરી દઈ, જાડેજા Jadeja એ જી સર, જાડેજા Jadeja નિકળવા જતા હતા, ત્યારે સિન્હા Sinha ને યાદ આવ્યું એક કામ કરો, બધાને પુરા બંદોબસ્ત સાથે વીએસ હોસ્પિટલ VS Hospital લઈ જાવ તેમની મેડીકલ કરાવી લો, તેમના મેડીકલ રીપોર્ટ સાથે આપણે કોર્ટમાં જઈશું. જાડેજા Jadeja સર કહી નિકળવા જતા હતા ત્યારે ફરી સિન્હા Sinha એ તેમને ફરી રોકતા કહ્યું, તેમને જમાડી પણ દેજો. જાડેજા Jadeja ના ચહેરા ઉપર એક સ્મીત આવી ગયું, સિન્હા Sinha એ તે જોયું પણ જાણે જોયું જ નથી તેવો દેખાવ કર્યો.

- Advertisement -

બપોરના પોણા 2 વાગે સૌથી પહેલા ડીસીપી સિન્હા DCP Sinha મીરઝાપુર કોર્ટ Mirzapur Court માં પહોંચી ગયા, ત્યાં મોટી સંખ્યામાં લોકાના ટોળા હતા, ઘણા કેસરી ખેસ બાંધીને આવેલા હતા. સિન્હા Sinha ને તરત સ્થિતિનો અંદાજ આવી ગયો, તેમણે પોતાનો મોબાઈલ ફોન કાઢયો અને કંટ્રોલરૂમને સૂચના આપી કે તાત્કાલીક આજુબાજુના તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફને કોર્ટમાં મોકલી દો, ડીસીપી સિન્હા DCP Sinha એ પોતે ફોન કર્યો હોવાને કારણે 5-7 મિનીટોમાં જ પોલીસનો વધારાનો ફોર્સ આવી પહોંચ્યો, સિન્હા Sinha એ ટોળા તરફ પોલીસને મોકલી આદેશ આપ્યો કે આ ટોળુ આગળ આવવું જોઈએ નહીં. કોર્ટ ચોથા માળે હતી. તેમણે પહેલા જ ચોથામાળે ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના સ્ટાફને તૈનાત કરી દીધો હતો. ચોથામાળે વકિલો Lawyer ને બાદ કરતા કોઈ પણ ખાનગી વ્યકિને જવાની છૂટ ન્હોતી, જ્યારે પત્રકારો Journalists એ વિનંતી કરી ત્યારે સિન્હા Sinha એ તેમને કોર્ટ રૂમમાં જવાની મંજુરી આપી હતી. માહોલમાં એક પ્રકારની તંગદીલી હતી. સિન્હા Sinha સ્થિતિને સુંઘી રહ્યા હતા, જેવા આતંકીઓને લઈ જાડેજા Jadeja આવે તેની સાથે સાથ તેમને લીફટ દ્વારા ચોથા માળે લઈ જવા માટે એક લીફટને ગ્રાઉન્ડ ફલોર ઉપર રોકી રાખવામાં આવી હતી.



2 વાગ્યાના ટકોરે જાડેજા Jadeja તેમના કાફલા સાથે કોર્ટના કંપાઉન્ડમાં દાખલ થયા, જેવા જાડેજા Jadeja ના વાહનો આવ્યા તેની સાથે ટોળામાંથી સુત્રોચ્ચારની શરૂઆત થઈ, ગદ્દારો પાકિસ્તાન Pakistanજાઓ, ગદ્દારો પાકિસ્તાન Pakistan જાઓ, ટોળુ પોલીસને હડસેલી પોલીસના વાહનો તરફ આગળ જવા માગતુ હતું, પોલીસ તેમને પાછળ તરફ હડસેલી રહી હતી, સિન્હા Sinha ને ટેન્શન થઈ રહ્યુ હતું જેવા વાહનો રોકાયા તેની સાથે સિન્હા Sinha એ બુમ પાડી જાડેજા Jadeja જલદી ઉનકો ઉતારકર લે જાઓ. સિન્હા Sinha ની નજર ટોળા તરફ હતી, તે ગમે તે ક્ષણે પોલીસ કોર્ડન તોડી નાખે તેવી સ્થિતિમાં હતું, ટોળામાં ગુસ્સો હતો. જાડેજા Jadeja એ બુલેટપ્રુફ Bulletproof વાનનો દરવાજો ખોલ્યો અને બધાને નીચે ઉતારવાની શરૂઆત કરી, બુરખા પહેરાલા આતંકીઓ જેવા વાનની બહાર નજરે પડયા તેની સાથે ટોળાએ તાકાત અને સુત્રોચ્ચાર વધાર્યા, ગદ્દારો પાકિસ્તાન જતા રહોને બદલે બદલે ગદ્દારોને મારી નાખો શરૂ થયું અને ટોળું એક તરફ પોલીસ કોર્ડન તોડવામાં સફળ રહ્યું. સિન્હા Sinha એ તે જોયું પણ ખરૂ, સિન્હા Sinha એકદમ દોડયા અને જે પોલીસવાળા આરોપીને લઈ જઈ રહ્યા હતા તેમને ધક્કા મારી દોડાવતા કહ્યું, જલદી ઉનકો લીફટ મેં લે જાઓ અને તમામ આરોપી Accused ઓને લીફટમાં રીતસર ધક્કો મારી તેમણે લીફટ મેનને લીફટ બંધ કરવાનો આદેશ આપ્યો, તે લીફટનો દરવાજો બંધ થાય ત્યાં સુધી આડો હાથ કરી ઊભા રહ્યા અને લીફટનો દરવાજો બંધ થયો. સિન્હા તરત સીડી તરફ દોડયા અને ચોથા માળે જવા માટે એકને બદલે 3-3 પગથીયા ચઢવા લાગ્યા હતા, સિન્હા Sinha ને આટલી ઝડપે સીડી ચઢવાની આદત જતી રહી હતી, જેના કારણે તેઓ ચોથામાળે પહોંચ્યા ત્યારે હાંફી ગયા હતા. લીફટમાં આરોપીઓ લઈ પહોંચેલી પોલીસ કોર્ટ રૂમમાં દાખલ થઈ ગઈ હતી, આખી કોર્ટ વકિલોથી ભરેલી હતી.



(ક્રમશઃ)

PART – 43 | ડેપ્યુટી કમાન્ડન્ટ નઈમ કાદરી એરપોર્ટ બહાર આવ્યા અને સિન્હાને કહ્યુ સર તીનો ફ્લાઇટ લેન્ડ હો ચુકી હે

- Advertisement -



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular