નવજીવન ન્યૂઝ.પોરબંદરઃ ‘પોરબંદરમાં (Porbandar) હિરલબા જાડેજા (Hiralba Jadeja) સાથે અમારે કોઈ સંબંધ નથી અને હિરલબા જાડેજા અમારા પિતા ભૂરા મુંજાના નામનો દુરુપયોગ કરી રહ્યા છે અમે તેની કાયદેસર કાર્યવાહી કરવાના છીએ. વિદેશમાં રહેતા ભૂરા મુંજાની દીકરીઓએ આ વાત કરતા પત્રકારોને પણ ટોક્યા કે જો તમે હિરલબા જાડેજા સાથે ભૂરા મુંજાનું નામ જોડશો તો તમારી સામે પણ અમે કાર્યવાહી કરીશું. આપને જણાવી દઈએ કે, હિરલબા જાડેજા અત્યારે પોરબંદર પોલીસની કસ્ટડીમાં છે. અગાઉ અપરણ અને ખંડણીના કેસમાં તેમની ધરપકડ થઈ હતી અને તે જૂનાગઢ જેલમાં હતા ત્યારે સાયબર ફ્રોડનો બીજો ગુનો નોંધાયો હતો. 50 કરોડ કરતાં વધુની રકમ તેમણે અલગ અલગ ગરીબ માણસોના નામે ખાતા ખોલાવી તે ખાતાઓમાં મંગાવી હોવાનો આરોપ છે. તે મામલે હવે પોરબંદર પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે અત્યારે તેઓ રિમાન્ડ હેઠળ છે. જ્યારે જ્યારે હિરલબા જાડેજાનું નામ સમાચારમાં ચમકે ત્યારે પત્રકારો ઉલ્લેખ કરતા હતા કે તેઓ ભૂરા મુંજાના પત્ની છે. આ ઉલ્લેખ સામે વિદેશમાં રહેતા ભૂરા મુંજાની દીકરીઓએ વાંધો લીધો છે અને તેમણે માધ્યમોને એક પત્ર મોકલ્યો છે.
WhatsApp મેસેન્જર દ્વારા જેમાં તેમણે સ્પષ્ટતા કરી છે અને પત્રકારોને કહ્યું છે કે, આ તમે પ્રકાશિત કરો. વિદેશમાં રહેતી ભૂરા મુંજાની ત્રણે દીકરીઓએ અમને ને પણ આ WhatsApp મેસેજ મોકલ્યો છે. જે તમારી સામે અમે મૂકીએ છીએ. ભુરા મુંજાની દીકરીઓ ગીતાબેન મહેશ કરવદ્રા, રેખાબેન ભરત ઓદેદ્રા અને ઇરા એડમ વિમ્પેનીએ કહ્યું કે અમારા પિતા ભૂરા મુંજા કડછા પોરબંદર અને આજુબાજુના વિસ્તારમાં એક આદરપાત્ર પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા. તેમણે પોતાનું આખું જીવન સમાજસેવામાં સમર્પિત કર્યું અને તેમનુંનું નામ ઈમાનદારી, કરુણા, સમર્પણ સાથે જોડાયેલું હતું. આજના સમયમાં તેમનું અને અમારા કુટુંબનું નામ એવા મુદ્દાઓ સાથે જોડાઈ રહ્યું છે જેમાં અમારે કોઈ સંબંધી નથી. જે અમારા માટે દુઃખદ અને પીડાદાયક છે. અમે સ્પષ્ટપણે જણાવવા માંગીએ છીએ અમારો હિરલબા જાડેજા સાથે કોઈ સંબંધ નથી. અમને મળેલી માહિતી અનુસાર હંસાબાએ અનેક ખોટી ઓળખનો ઉપયોગ કરી હિરલબા ભૂરા જાડેજા નામની ખોટી દસ્તાવેજી પ્રક્રિયા દ્વારા પાસપોર્ટ મેળવ્યો હતો. અનેક પાસપોર્ટ પણ કપટપૂર્વક દસ્તાવેજોના આધારે મેળવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ આરોપની તપાસ ચલાવી રહી છે. આ કાર્યવાહી ભારતની સીમાઓની બહારથી ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલી હોઈ શકે છે. અમે આ પણ જણાવવા માગીએ છીએ કે હંસાબાના ભાઈ બહેન અને જીવન સાથીઓ તથા તેમના સંતાનો અમારી માન મર્યાદા નુકસાન કરે એવી પ્રકારની ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. અમે સ્થાનિક પોરબંદર પોલીસ તેમજ સંબંધિત તમામ અધિકારીઓના વ્યવસાયિક નિષ્ઠાપૂર્વકના કાર્યની પ્રશંસા કરીએ છીએ.
તેમણે કહ્યું કે, તત્કાલ સત્ય બહાર લાવવાનો તેમનો સંકલ્પ અને ન્યાય પ્રત્યેની પ્રતિબદ્ધતા અત્યંત પ્રશંસનીય છે. અમે તમામ કાયદેસરની તંત્રની સમન્વયિત પ્રયાસો માટે અભિનંદન આપીએ છીએ, જેમણે સતર્કતા અને નિષ્ઠા સાથે ચક્રો ચલાવ્યા તેમનું કાર્ય જાહેર સેવા માટે ઉત્તમ ઉદાહરણ છે તે સમગ્ર દેશમાં કાયદાની ઊંચી પ્રતિબદ્ધતા દર્શાવે છે અમે ફરી સ્પષ્ટ રૂપ પણે જણાવીએ છીએ અમારું હંસા મેરામણ ખાચર અથવા તેના કોઈ કાર્ય સાથે સંબંધ નથી. અમે માટે જ વિનમ્રતાપૂર્વક માંગણી કરીએ છીએ અમારા પિતાનું નામ કે અમારા પરિવારનું નામ તેની સાથે ન જોડાય. અને એવું થાય તો કહી શકાય કે આવું કરવું એક પ્રકારનું પાત્ર હનન ગણાશે જો આવી પ્રવૃત્તિ ચાલુ રહેશે અને અમે કાનૂની પગલા લેવા માટે તૈયાર રહેશું. અમારા પિતા પાછળ એક વારસો છે. જે ઈમાનદાર માન અને સામાજિક સેવાને અર્પિત છે. અમે તેમના યોગદાનને ગૌરવ અનુભવી રહ્યા છીએ અને કોઈપણ ખોટા સંબંધોથી તેમનું નામ ખરાબ થવા દેવા અમને મંજૂર નથી. અમે જાહેર જનતા, મીડિયા અને કાયદેસર તંત્રનો આભાર માનીએ છીએ કે તેઓ આ મામલે સત્ય ન્યાય અને ન્યાય માટે પ્રતિબદ્ધ છે.
આમ વિદેશમાં રહેતી ભૂરા મુંજાની ત્રણેય દીકરીઓએ આ પ્રકારની સ્પષ્ટતા પત્રકારોને મોકલી આપી છે. જેમાં તેમનું પ્રથમ કહેવું એવું છે કે, હિરલબા જાડેજાએ તેમના પિતા ભૂરા મુંજાના નામનો ખોટો ઉપયોગ કરી ખોટા દસ્તાવેજ બનાવી તેઓ તેમના પરિવાર સાથે જોડાયેલા છે, એવો દાવો કરી રહ્યા છે. જે દાવો સદંતર ખોટો છે. ભૂરા મુંજાની ત્રણે દીકરીઓએ પત્રકારોને એવું પણ કહ્યું છે કે, હિરલબા જાડેજા સાથે તમે અવારનવાર સમાચારોમાં ભૂરા મુંજાનું નામ જે જોડો છો તે વ્યાજબી નથી ને જો આવું કરશો તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. ભૂરા મુજાની ત્રણેય દીકરીઓ જેઓ વિદેશમાં રહે છે તેમને એટલું જ કહેવાનું એ વાત સાચી છે કે કોઈપણ સંતાન માટે તેમનો પિતા હીરો હોય છે, પરંતુ અહીંયા મામલો જુદો છે અને મામલો એવો છે કે, હિરલબા જાડેજાના જે દસ્તાવેજ છે તેમાં ભૂરા મુંજાનું નામ છે જો તમારે કાર્યવાહી કરવી હોય તો પત્રકારો સામે કાર્યવાહી કરતા પહેલા તમારે હિરલબા જાડેજા સામે કાર્યવાહી કરવી જોઈએ કારણ કે તેઓ તમારા પિતાના નામનો દુરુપયોગ કરી રહ્યા છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








