Sunday, July 13, 2025
HomeGujaratકચ્છના દરિયાકાંઠે બિપરજોય ટકરાયું, 130 થી 140 કિ.મી ફુકાઈ રહ્યો છે પવન

કચ્છના દરિયાકાંઠે બિપરજોય ટકરાયું, 130 થી 140 કિ.મી ફુકાઈ રહ્યો છે પવન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કચ્છઃ ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડું (Cyclone Biparjoy) ટકરાવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જેના પગલે કચ્છ સહિત સૈરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. કચ્છમાં હવે કોઈ પણ સમયે બિપોરજોય વાવાઝોડું લેન્ડફોલ કરી શકે છે. જેમ જેમ વાવાઝોડું ગુજરાતનાં દરિયા કિનારની નજીક આવી રહ્યું છે, તેમ તેમ દરિયો રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. હાલ આ વાવાઝોડું કચ્છ અને પાકિસ્તાનને જોડતી સરહદ તરફ આગળ વધી રહ્યું છે. IMDના ડેટા મુજબ બિપરજોય વાવાઝોડું કચ્છના નારાયણ સરોવર નજીકના વિસ્તારમાં ટકરાયું છે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે 130થી 140 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવનના કારણે દરિયો તોફાની બન્યો છે અને 15થી 20 ફૂટ ઉચાં મોજા ઉછળી રહ્યા છે. વાવઝોડાને પહોંચી વળવા માટે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે અને ઝીરો કેઝ્યુલિટી પ્લાન પર કામગીરી કરવામાં આવી રહી છે.

હાલ વાવાઝોડું જખૌ પોર્ટ થી 80 કિલોમીટર, નલિયાથી 130 કિલો મીટર, પોરબંદરથી 260 કિલોમીટર, દ્વારાકથી 150 કિલોમીટર દૂર હોવાનું હાલ અહેવાલો મળી રહ્યા છે. હાલના તબક્કા વાવાઝોડું ભારત અને પાકિસ્તાનની મધ્યમાં જખૌ ખાતે ફંટાઈ રહ્યુ હોવાનુ જોવા મળી રહ્યું છે અને વાવાઝોડું જખૌ ખાતે લેન્ડફોલ કરશે તો સમ્રગ કચ્છમાં ભારે નુકશાન પણ સર્જાઈ શકે છે. વાવાઝોડાની ભારે અસર કચ્છ અને સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે. ભારે પવન ફૂંકાવાના કારણે સોમનાથ, વેરાવળ સહિતના દરિયા ગાડોંતૂર બન્યો છે. દરિયા ગાંડોતૂર બનતા દરિયાનું પાણી આજુબાજુ રહેંણાક વિસ્તારમાં પણ ઘૂસી ગયું છે.

- Advertisement -

દ્વારકામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે જેમ જેમ વાવાઝોડું આગળ વધશે તેમ સ્થિતિ વધુ ભયંકર બનશે વાવઝોડાની આફત આવવાના એંધાણની શરૂઆત થઈ ચૂકી છે. દ્વારાકાના રસ્તોઓમાં કરફ્યુ જેવા માહોલ છે તમામ લોકોને ઘરેથી બહાર ન નીકળવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. વહેલી સવારથી પોલીસ દ્વારા લોકોને કારણ વગર બહાર ન જવા અપીલ કરવામાં આવી રહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular