Thursday, June 25, 2026
HomeGujaratવર્ષે 5 હજાર કરોડનો દારૂનો ધંધો કરતાં વિનોદ સિંધીને ભારત લાવવાની તૈયારી...

વર્ષે 5 હજાર કરોડનો દારૂનો ધંધો કરતાં વિનોદ સિંધીને ભારત લાવવાની તૈયારી માટે IPS નિર્લિપ્ત રાય દિલ્હી પહોંચ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઘણા બુટલેગર ગુજરાતના પાડોશી રાજ્યોમાંથી દારૂ લાવીને ગુજરાતમાં દારૂનો વેપાર કરે છે. ગુજરાતનો આવો જ એક કુખ્યાત બુટલેગર છે વિનોદ સિંધી. જેની સામે લગભગ 138 જેટલા ગુનામાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. છેલ્લે SMCની એક રેડ દરમિયાન મોટા પ્રમાણમાં દારૂ પકડવામાં આવ્યો હતો જે વિનોદ સિંધીનો હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ SMC દ્વારા તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી.

ગુજરાતનો બુટલેગર ગુજરતમાં પકડાઈ જવાના ડરથી દુબઈ ભાગી ગયો હતો, ત્યાર બાદ વિનોદ સિંધી સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી હાલ માહિતી મળી રહી છે કે ગુજરાતનાં કુખ્યાત બુટલેગર વિનોદ સિંધીની દુબઈથી ધરપકડ કરી લેવામાં આવી છે. હવે તેને ભારત પરત લાવવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

- Advertisement -

ગુજરાત SMCના વડા IPS નિર્લિપ્ત રાય હાલ દિલ્હી પહોંચી ગયા છે અને બુટલેગર વિનોદ સિંધીને ભારત પરત લાવવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિનોદ સિંધીને ભારત પરત લાવ્યા બાદ કેટલાક મોટા નામો પણ ખૂલી શકે તેવી આશંકા કરવામાં આવી રહી છે. હવે જોવું રહ્યું કે વિનોદ સિંધીને પરત લાવ્યા બાદ IPS નિર્લિપ્ત રાયની તપાસમાં શું સામે આવે છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular