નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતનું યુવાધન સતત નશીલા પદાર્થોનું (narcotics) સેવન કરી ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે. અવાર-નવાર ચરસ અને ગાંજા જેવા નશીલા પદાર્થો પોલીસ દ્વારા પકડવામાં આવતા હોય છે અને પેડલરોને જેલ હવાલે કરવામાં આવતા હોય છે. ચરસ, ગાંજા તેમજ MD ડ્રગ્સ (MD Drug) જેવી નશીલી ચીજા વસ્તુઓ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોવા છતાં યેન કેન પ્રકારે આ પ્રકારની પ્રતિબંધિત વસ્તુઓ ગુજરાતનાં અલગ અલગ શહેરોમાં ઘુસાડવાની ઘટનાઓ વચ્ચે ડુંગરપુરથી અમદાવાદમાં ડ્રગ્સ લાવતો પેડલર (Peddler) ઝડપાવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, પીપળજ-પીરાણા રોડ પર ગણેશનગર પાસેથી ક્રાઈમ બ્રાંચની (Crime Branch) ટીમ દ્વારા 20 લાખની કિંમતનું 203 ગ્રામ MD ડ્રગ્સ લાવનારા પેડલરની ધરપકડ કરવામાં આવી છે. MD ડ્રગ્સનો ડ્રગ્સનો જથ્થો લઈને પેડલર ગણેશનગર પાસેથી પસાર થઈ રહ્યો હોવાની બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ત્યાંથી ચાલતા જઈ રહેવા એક યુવકનું વર્તન શંકાસ્પદ જણાતા પોલીસે તેને રોક્યો હતો. પોલીસ દ્વારા યુવકની જડતી કરવામાં આવતા યુવક પાસેના થેલામાંથી 203 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું.
MD ડ્રગ્સ મળી આવતાની સાથે જ ક્રાઈમ બ્રાંચે ડાહ્યાલાલ પટેલ રહે-ડુંગરપુર, રાજસ્થાનની ધરપકડ કરી MD ડ્રગ્સ કોની પાસેથી લાવવામાં આવ્યું હતું, તેમજ કોને પહોચાડવામાં આવતું હતું ? તે અંગેની તપાસ હાથ ધરી છે. આરોપીએ પોલીસની પૂછપરછમાં કોઈના નામ આપવાનો ઈનકાર કરતાં પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








