Sunday, April 19, 2026
HomeBusinessસટ્ટોડિયાઓની વેચાણ કાપણીએ રૂ વાયદાને નીચેથી પાછા ફરવાની ફરજ પાડી

સટ્ટોડિયાઓની વેચાણ કાપણીએ રૂ વાયદાને નીચેથી પાછા ફરવાની ફરજ પાડી

- Advertisement -

ભારતમાં શોર્ટ સ્ટેપલ રૂના ભાવ ઊંચા હોવાથી આયાત જકાત ઘટાડવા અમેરિકાનું ભારે દબાણ

બાંગ્લાદેશની જબ્બર માંગે ભારતની રૂ નિકાસ ૬૭.૭ ટકા વધી

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ટેકનિકલ મંદીવાળાની વેચાણ કાપણી (શોર્ટ કવરિંગ), નબળો ડોલર ઇંડેક્સ, અને વધતાં ક્રૂડ ઓઇલ (Crude Oil) ભાવે આઇસીઇ રૂ વાયદાને નીચેથી પાછા ફરવાની ફરજ પાડી છે. ગુરુવારે ઇન્ટ્રાડેમાં ડિસેમ્બર રૂ (Cotton) વાયદો, મંગળવારે વાર્ષિક બોટમ ૭૦.૦૧ સેંટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) ટચ કર્યા પછી ૭૩.૨૫ ડોલર બોલાયો હતો. આઇસીઇ ન્યુયોર્ક જુલાઇ વાયદો ફર્સ્ટ નોટિસ ડેના દિવસે નવા પાકના બેન્ચમાર્ક સોદા ડિસેમ્બરમાં રોલઓવર થતાંજ મજબૂતાઈ ધારણ કરી લીધી હતી. કેટલાય દિવસ સુધી સતત ઘટયા પછી આ સુધારો જોવાયો હતો.

મંગળવારે એક તબક્કે આઇસીઇ જુલાઇ પાકતો વાયદો ૬૯.૬૩ સેન્ટની સાડાત્રણ વર્ષની બોટમને ટચ કરી ગયો, ત્યાર પછી ડિસેમ્બર વાયદામાં મોડે મોડે સુધારો જોવાયો હતો. હાજર ભાવ તો ૧.૩૭ સેંટ ઘટીને ૬૬.૯૮ સેંટ મુકાયા હતા. આખરે વાયદામાં ફ્રી ફોલ અટકી, ધરખમ રિકવરી મેળવી લીધી હતી. બજારમાં એક હવા એવી પણ છે કે ટેક્સાસ રૂ વાવેતર વિસ્તારમાં હવામાનની ચિંતાઓ વધી રહ્યાના અહેવાલે પણ ભાવને ઉપર જવામાં મદદ કરી છે.

- Advertisement -

હાલમાં અમેરિકન રૂની માંગ નબળી છે, વધુમાં બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયાની મજબૂત સ્પર્ધા પણ ઊભી થઈ છે. બજારની નબળાઈ જોતાં અને ભાવ ઘટી રહ્યા હોવાથી કપડાં અને યાર્ન મિલો પણ બજારથી સાઈડલાઇન થઈ ગઈ હતી. છેલ્લા બે સપ્તાહથી બજારમાં જબ્બર સેલિંગ પ્રેસર વધ્યું હોવાથી, સટ્ટોડિયાઓ વધુ ધરખમ બન્યા છે. તેઓ પોતાની પોઝિશ મંદીમાંથી તેજીમાં લઈ જવી કે નહીં તેની વિમાસણમાં છે.

આ તરફ ભારત સરકારે ૨૦૨૩-૨૪ની મોસમ માટે શોર્ટ સ્ટેપલ રૂના લઘુતમ ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂ. ૬૬૨૦થી વધારીને રૂ. ૭૧૨૧ કર્યા હતા. અલબત્ત, ભારતમાં શોર્ટ સ્ટેપલ રૂના ભાવ ખૂબ ઊંચા હોવાથી, આયાત જકાત ઘટાડવા અમેરિકા ભારે દબાણ કરી રહ્યું છે. પણ જો ભારત આયાત જકાત ઘટાડશે તો દેશની કાપડ મિલોને મોટો ફાયદો થશે. ભારતમાં કપાસ વાવતા ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતોએ, જાગતિક બજારના નીચા ભાવને ધ્યાનમાં રાખીને ૨૦૨૪ની ખરીફ મોસમમાં કપાસની કેટલીક જમીન વધુ ભાવ આપતા મકાઇ અને કઠોળ તરફ વાળી દીધી છે.

પાછલા ૮ મહિનામાં ભારતની રૂ નિકાસ ૨૩ લાખ ગાંસડી થઈ હતી. કોટન એસોસિયેશન ઓફ ઇન્ડિયાનું માનવું છે કે બાંગ્લાદેશમાં રૂની મિલોમાં તીવ્ર અછત અને જબ્બર આયાત માંગને પગલે, સપ્ટેમ્બરમાં પૂરી થતી વર્તમાન મોસમમાં નિકાસ ૨૬ લાખ ગાંસડી થશે જે ગતવર્ષની ૧૫.૫ લાખ ગાંસડી કરતાં ૬૭.૭ ટકા વધુ હશે. સીએઆઈના પ્રમુખ અતુલ ગણાત્રાના કહેવાય પ્રમાણે અમેરિકા અને બ્રાઝિલથી નિકાસ થતાં રૂના શિપમેન્ટ બાંગ્લાદેશ પહોંચતા પાંચથી સાત દિવસ મોડા પડવાથી, તેમનો ભારતીય રૂમાં રસ વધ્યો છે. ભારતથી બાય રોડ બાંગ્લાદેશ પહોંચતા પાંચજ દિવસ લાગતાં હોવાથી, માસિક ૧.૭૦ લાખથી ૨.૫૫ લાખ ગાંસડીના સોદા કરી રહ્યા છે.

- Advertisement -

નિકાસ વધવા સાથે જ સીઆઈએ કહે છે કે ભારતમાં રૂ ઉત્પાદન પણ ફેબ્રુઆરીના ૫૨૫.૫ લાખ ગાંસડી અનુમાન સામે ૨૦૨૩-૨૪માં ૫૪૦.૧ લાખ ગાંસડી આવવાનો અંદાજ છે. મધ્ય ભારતના ખેડૂતોએ જૂનો માલ બજારમાં ઉતારવાનું શરૂ કરતાં આવકો પણ વધી છે.

ભારતમાં રૂ આયાત વર્તમાન વર્ષમાં ૧૬.૪ લાખ ગાંસડી થશે, જે ગતવર્ષે ૧૨.૫ લાખ ગાંસડી થઈ હતી. બજારમાં જે રીતે પુરાંત સ્ટોક આવી રહ્યો છે અને આયાત ધરખમ વધી રહી છે તે જોતાં સર્વાંગી વાર્ષિક પુરવઠો, ગતવર્ષના ૬૦૪.૧ લાખ ગાંસડી સામે ૬૧૭.૧ લાખ ગાંસડી ઉપલબ્ધ રહશે. ભારતમાં મિલ વપરાશ ૧૭૭.૬ લાખ ગાંસડી અને નોન-એમએસએમઇ ૫૩.૯ લાખ ગાંસડી થવાનું અનુમાન છે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular