Friday, May 1, 2026
HomeGujaratગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના કેસ બેવડાયા, ગુજરાતમાં 394 અને અમદાવાદમાં 178 કેસ...

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના કેસ બેવડાયા, ગુજરાતમાં 394 અને અમદાવાદમાં 178 કેસ નોંધાયા

- Advertisement -

નવજીવન.ગાંધીનગર: સમગ્ર દુનિયામાં જ્યારે કોરોના ઓમિક્રોન વેરિએન્ટએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારત પણ તેમાં અળગું રહ્યું નથી. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ ધીમે ધીમે કેસમાં ઘટાડો થઈ રહ્યો હત પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 394 કેસ નોંધાયા છે. જે ગઈ કાલ કરતા લગભગ બમણા છે.



ગુજરાતમાં એક જ દિવસમાં 394 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા છે જેનો આંકડો 178 છે. અમદાવાદમાં ગઈકાલે 98 કેસ હતા જેની જગ્યાએ આજે 178 લગભગ બેગણા થઈ ગયા છે. જ્યારે બીજા નંબરે સુરત કોર્પોરેશનમાં 52 કેસ નોંધાયા છે જે અમદાવાદ કરતા ત્રીજા ભાગના છે.

ઓમિક્રોન વેરિએન્ટના ગુજરાતમાં અત્યાર સુધી 78 કેસ નોંધાયા છે. ઓમિક્રોન વેરિએન્ટમાં પણ અમદાવાદ મોખરે છે. અમદાવાદમાં ઓમિક્રોનના કુલ 25 કેસ હાલ એક્ટિવ છે. આજે ગુજરાતમાં ઓમિક્રોનના 5 નવા કેસ આવ્યા છે. જેમાં અમદાવાદમાં 2, વડોદરા, મહેસાણા અને પોરબંદરમાં એક એક કેસ નોંધાયા છે. અગત્યની વાત એ છે કે આજે આવેલા 5 કેસમાંથી માત્ર એક જ પેશન્ટ ઇન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે.

- Advertisement -

આ જોતા લાગી રહ્યું છે કે લોકો જે રીતે બેદરકાર બનીને ફરી રહ્યા છે તેમણે કોરોનાના નિયમોનું ચુસ્ત પાલન કરવું જોઈએ. જો અત્યંત જરૂરી ન હોય તો કારણ વગર બહાર ન નીકળવું જોઈએ. બહાર નીકળવું જ હોય તો માસ્ક પહેરવું જોઈએ અને સેનિટાઇઝરનો પૂરતી માત્રામાં ઉપયોગ કરવો જોઈએ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સના પાલન સહિતની કોરોના ગાઈડ લાઈનનું પાલન અવશ્ય કરવું જોઈએ.


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular