Friday, May 1, 2026
HomeGeneralઅર્થશાસ્ત્રીઓ કરતાં તાંબાના ભાવ અર્થતંત્રની તંદુરસ્તીનું નિદાન સારી રીતે કરે છે

અર્થશાસ્ત્રીઓ કરતાં તાંબાના ભાવ અર્થતંત્રની તંદુરસ્તીનું નિદાન સારી રીતે કરે છે

- Advertisement -

૨૭ ફેબ્રુઆરીની ૧૦,૭૧૯ ડોલરની ઓલ ટાઈમ હાઇ બનાવ્યા પછી ૧૪ ટકાનો ઘટાડો
ભારતમાં તાંબાની આયાત ૨.૨ અબજ ડોલરથી વધીને ૨.૯ અબજ ડોલરની થવાની સંભાવના

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): આપણે હજુ પણ બજારમાં રોકડ પ્રવાહિતાની સમસ્યાનો અનુભવ કરી રહ્યા છીએ, તેથી ફુગાવો કઈ સમસ્યા તરફ આપણને દોરી જાય છે, તે જોવા થોભો અને રાહ જુઓ નીતિ રોકાણકારો અખત્યાર કરીને બેઠા છે. બજારના સૂક્ષ્મ અને ટેકનિકલ સંકેતો સૂચવે છે કે આગામી મહિનાઓમાં જાગતિક નાણાં સ્થિતિ વધુ ખરાબ થશે, અને તાંબાના ભાવમાં પીછેહઠ જોવા મળતી રહેશે. અર્થશાસ્ત્રીઓ કરતાં તાંબાના ભાવ, અર્થતંત્રની વાસ્તવિક તંદુરસ્તીનું વધુ સારી નિરૂપણ કરતાં હોય છે.



ચીનના અર્થતંત્રે નબળાઈ દાખવવાની શરૂઆત કરી, ત્યાર પછી રોકાણકારોએ નિરાશવાદ અપનાવી લેતા, વર્તમાન વર્ષમાં ૨૭ ફેબ્રુઆરી ૧૦,૭૧૯ ડોલરની ઓલ ટાઈમ હાઇ બનાવ્યા પછી, અત્યાર સુધીમાં ૧૪ ટકાનો ઘટાડો દાખવે છે. શુક્રવારે એલએમઇ કોપર ત્રિમાસિક વાયદો ૯૪૬૧ ડોલર મુકાયો હતો. તાંબાના ભાવ વધવા લાગે ત્યારે સમજવું કે અર્થતંત્રો ગતિમાન થયા છે. શાંઘાઇ જુલાઇ વાયદો ઘટીને ૭૧,૦૮૦ યુઆન (૧૦,૫૬૨ ડોલર) મુકાયો હતો.

- Advertisement -

ચીનમાં મકાનોનું વેચાણ વેગથી ઘટી રહ્યું છે. લોકડાઉનનો ભય વ્યાપ્ત રહેશે ત્યાં સુધી લોકો મકાન ખરીદીનો વિકલ્પ સૌથી છેલ્લો રાખશે. યુબીએસ બેંકના અનુમાન પ્રમાણે ચીનમાં કૂલ કોપર માંગનો ૨૦ ટકા હિસ્સો બાંધકામ ઉધ્યોગમાં જાય છે. ત્યાર પછી ગૃહ ઉપયોગી ચીજોમાં ૧૭ ટકા વપરાય છે. લોકો જ્યારે ઘર ખરીદે ત્યારે ઇલેક્ટ્રિક ઇન્ફ્રાસ્ટ્રકચર પાછળ ૩૧ ટકાનો ખર્ચ કરતાં હોય છે.

ભારતમાં પણ ઇલેક્ટ્રિક વપરાશ વધી રહ્યો છે, અને તેનું ઉપાર્જન રિન્યુએબલ એનર્જી તરફ વધી રહ્યું છે. તાંબાની આયાત નાણાકીય વર્ષ ૨૦૨૧માં ૨.૨ અબજ ડોલરથી વધીને ૨૦૨૨માં ૨.૯ અબજ ડોલરની થવાની સંભાવના છે. બેટરી ઓપરેટેડ વાહનો સરેરાશ ૮૩ કિલો તાંબું વાપરે છે. પ્રત્યેક એક મેગાવોટ વીજળી ઉપાર્જિત કરવા સોલાર ફોટોવોલ્ટિક અને વિન્ડ મિલ પ્લેટફોર્મ તૈયાર કરવા પાછળ ૩૦૦૦ કિલો તાંબાની આવશ્યકતા રહે છે. જ્યારે એક મેગાવોટ વીજળી મેળવવા ઓફસોર વિન્ડ પાવર જનરેશન માટે ૮,૦૦૦ કિલો કોપરની જરૂર પડે છે.



એનાલિસ્ટો કહે છે કે અમેરિકન વ્યાજદર વૃધ્ધિમા રૂકાવટ, યુક્રેન યુદ્ધધનો નિવેડો અને જગતમાં લાગેલા લોકડાઉન જેવી સમસ્યાઓએ અત્યારે ભાવ પર અસર ઊભી કરી છે. આ બધાનો ઉકેલ ના આવે ત્યા સુધી તાંબાની માંગમાં કોઈ મોટો વધારો સંભવિત નથી. પરંપરાગત રીતે માંગના બીજા ત્રિમાસિક મહિનાઓ પૂરા થઈ ગયા છે, ત્યારે જો ચીન તેના લોકડાઉન નિયંત્રણો હળવા કરે અને વિકાસ માટે વધુ રાહત પેકેજ આપે તો જ, કોપરમાં મજબૂત માંગનો માહોલ સર્જાશે. ચીનના અર્થતંત્રમાં રાહત એ તો હવે ૨૦૨૩માં જ વિચારવાની વાત રહેશે.

અલબત્ત, એલએમઇ રજિસ્ટર્ડ વેરહાઉસમાં સ્ટોક ૩૫૨૫ ટન ઘટીને ૧,૭૧,૦૭૫ ટન રહ્યો છે. કૂલ સ્ટોકમાંથી ૪૬ ટકા તો કેન્સલ્ડ વોરંટ (ડિલિવરી માટે નોંધાયેલો)માં સમાવેશ થાય છે. આ સૂચવે છે કે આગામી દિવસોમાં એલએમઇ વેરહાઉસમાંથી વધુ સ્ટોક બહાર જતો રહેવાનો છે. એકજ પેઢી મોટાપાયે આવા વોરંટની ધારક છે, આને લીધે એલએમઇ બજારમાં વધુ સ્ટોક ઉપલબ્ધ નહીં રહે. પરિણામે ત્રિમાસિક રોકડા વાયદા સામે હાજર બજાર ખરીદી માટેનું પ્રીમિયમ વધુ આપવું પડશે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular